Abtak Media Google News

વીરપુર જલારામ ગામે રહેતી મહિલા ઓ અને જેતપુર તાલુકા ની અન્ય બહેનો  ને સ્વચ્છતા અનેસ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) યોજના અંગે જાગૃત કરવા માટે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા પંચાયત દ્વારા તાલુકા કક્ષા ની  મહિલા શિબિર યોજાઈ આ શિબિર ને વીરપુર ગ્રામ પંચાયત ના ચરપંચ.શ્રીમતી રંજનબેન ઠુંગા એ દિપ પ્રાગટ્ય કરી શિબિર ખુલ્લી મૂકી હતી.

આ પ્રસંગે મહિલા ઓ દ્વારા સ્વચ્છતા  રાખવા થી ઘર.ગામ. અને દેશ ને કેવડો મોટો ફાયદો થશે તે અંગે શ્રી વી.બી.બસિયા.શ્રી  પ્રજ્ઞા બેન કામદાર.   શ્રીચારુંદત . શ્રી ખ્યાતિ ભટ્ટ (નારીઅદાલત) દ્વારા વિશેષ માહિતી આપી જાગૃત કરાયા.

આ પ્રસંગ માં સરકાર દ્વારા ઉપસ્થિત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી બગથરીયા હસ્તે   ગ્રામ્ય વિસ્તારોમાંસ્વચ્છતા અંગે સારું કાર્ય કરેલ મહિલા સરપંચ.અને જાગૃત મહિલા ઓને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિન ઉજવણી પ્રસંગે વીરપુર. દેવકિગલોલ. રબારીકા.વાડા સડા. સહિત અન્ય ગામો ની મહિલા ઓ ક્ધયા વિદ્યાલય ની બળા ઓ એ ભાગ લીધો હતો.

શિબિર ના અંતે બહેનો ને રવિશંકર આશ્રમ ના યોગગુરુ મહેન્દ્ર ભાઈ દ્વારા યોગ સાધના કરાવવા માં આવેલ . અને સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.કાર્યક્રમ માટે વીરપુર ગ્રામ પંચાયત દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.