શહેરમાં મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયું

ચાર મહિલા સહિત છ ઝબ્બે

જામનગરના રાંદલનગરમાં રહેતા એક મહિલાએ પોતાના ઘરમાં નાલ ઉઘરાવી જુગારધામ ધમધમતું કર્યાની બાતમી પરથી ત્રાટકેલી પોલીસે તે મહિલા સહિત ચાર અન્ય થી અને બે પુરુષને ગંજીપાના કૂટતા પકડી પાડ્યા છે જ્યારે ખંભાળીયાના ભાડરમાંથી પાંચ શખ્સો તીનપત્તી રમતા ઝડપાયા છે.

જામનગરના રાંદલનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં ગઈકાલે બપોરે કેટલીક મહિલાઓ એકત્રીત થઈને ગંજીપાના વડે જુગાર રમતી હોવાની અને તે મકાનના મહિલા માલિક નાલ ઉઘરાવતા હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા હંસાબા મહીપતસિંહ જાડેજાના મકાનમાં પોલીસે તલાસી લેતા હંસાબાને નાલ આપી ગંજીપાના કૂટી રહેલા વર્ષાબેન ચંદ્રેશભાઈ પરમાર ઉર્ફે વસંતબેન, ખમ્માબા બહાદુરસિંહ જાડેજા, મીતાબેન રમેશભાઈ ચાવડા તથા શક્તિસિંહ મહીપતસિંહ જાડેજા, સંદીપસિંહ મહીપતસિંહ જાડેજા નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ. ૧૦,૭૫૦ રોકડા કબજે કરી છ સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

ખંભાળીયા તાલુકાના ભારર ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા મુરુભાઈ ભીખાભાઈ ઓડીચ, માલદેભાઈ વેરસીભાઈ રૂડાચ, હરસુર દેરાજભાઈ રૂડાચ, અજુ વાલાભાઈ રૃડાચ અને ધર્મેશ ભોલાભાઈ ગોંડલીયા નામના પાંચ શખ્સ ઝડપાઈ ગયા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ. ૧૦,૫૬૦ કબજે કર્યા છે.

Loading...