રહસ્યોમાં સમાયેલ એક વિરાન ગામ : કુલધરા

449

રાજેસ્થાનની સંસ્કૃતિ વિરાસત એ એક અનોખી છે.અહિયાની સુંદરતા,સંસ્કૃતિ ઘણું બધુ કહી જાય છે.આપાણી સાંસ્કૃતિ વિરાસત પોતાની સાથે કેટલાય રહસ્ય છુપાયેલા છે.જે વર્ષોથી રહસ્યમય છે. જૈસલમેર જિલ્લાનું કુલધરા ગામ એક રહસ્યોના કારણે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે.

આ ગામનું નિર્માણ લગભગ 13ની સદીમાં કરવામાં આવ્યું હતું.આ ગામનું નિર્માણ પાલીવાલ બ્રહ્મણો કરેલ હતું.પરંતુ 11ની શાદીમાં પાણીની સમસ્યા ને કારણે આખું ગામ નષ્ટ થઈ ગયું હતું. પરંતુ કેટલાક લોકોની માન્યતા અનુસાર આ ગામની વિનાશ જૈસલમેરના રાજ્યમંત્રી સલીમસિંહના કારણે થયો હતો.સલીમ સિંહ જૈસલમેર ના એક મંત્રી હતા.જે  ગામ પર ખૂબ જુલમ કરતાં હતા.અને ખુબ શક્તિ પૂર્વક વર્તન કરતાં હતા જેથી ગામના લોકો કાંટાનીને રાતો રાત ગામ ખાલી કરી ને જાતા રહ્યા હતા.અને શ્રાપ પણ આપીને આ ગામ ખાલી કરીને ચાલ્યા ગ્યાં જેથી આ ગામ ને શ્રાપીટ ગામ પણ કહેવામાં  આવે છે.

આ ગામ આજે પણ ભૂતિયા ગામ તારીકે જાણીતું છે.પરંતુ અત્યારે  રાજસ્થાન સરકારે આ ગામને પર્યટક સ્થળ તરીકે વિકશાવ્યું છે.જેથી આ સ્થળ પર હજારોની સંખ્યામાં  દેશ અને વિદેશથી પર્યટકો આવે છે.

સ્થાપના

કુલધરા ગામ મૂળ રૂપ થી પાલીથી  જૈસેલમેરમાં વિસ્થાપિત બ્રહ્મણો દ્રારા વસાવવામાં આવ્યું હતું. પાલી મૂળના આ લોકો પાલિવલ કહેવામા આવે છે.લક્ષ્મી ચંદ દ્રારા લખાયેલ 1899ના ઇતિહાસના પુસ્તક તવારીખ-એ-જૈસલમેરનાસા આધારે કધાન નામની પાલીવાલ બ્રહ્મણ કુલધરા ગામમાં વસવાટ કરનાર પ્રથમ વ્યક્તિ હતા.અને તેમણે ગામમાં ઉધાનસર નામનું એક તળાવ બનવ્યું હતું.ખંઢેર ગામની વચ્ચે વિવિધ સ્મારકો અને ત્રણ સ્માશધાટ આવેલા છે.સ્મારક અને શીલા લેખો અનુસાર આ ગામ 13મી સદીની શરૂઆતમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.

ધર્મ

કુલધરા ગામમાં મોટા ભાગના વૈષ્ણવ ધર્મના લોકો હતા.આ ગામનું મુખ્ય મંદિર ભગવાન વિષ્ણુ અને મહિષાસૂર  મર્દીની હતું.પરંતુ મોટા ભાગની મૂર્તિઓ ભગવાન શ્રી ગણેશની છે.જે પ્રવેશ દ્રાર પર જોવા મળે છે.ગામના લોકો    ભગવાન વિષ્ણુ અને મહિષાસૂર  મર્દીનીઅને ભગવાન શ્રી ગણેશ ઉપરાંત બળદઅને સ્થાનિક ધોડા પર સવાર થયેલ દેવોની પણ પુજા કરેક છે.

વેશ ભૂષા

કુલધરા ગામમાં લોકો જેમાં પુરૂષો લોકો મુગલિયા અદાજની પાગડી અથવા સાફો બાંધતા હતા, જ્યારે પાયજામા પણ પહેરતા હતા અને કમર પર કમરબંધ (બેલ્ટ) બાંધતા હતા. તેમના સિવાય ખભા પર અંગરખાખ (જે એક મોટુ પરિધાન થાય છે જેને રામલ પણ કહી શકે છે) પણ રાખે છે. પુરૂષો આ બધા સિવાયના ગળામાં કેટલાક હાર પણ પહેરતા હતા.

સ્ત્રીઓએ મુખ્યત્વે લહેઘો પહેરતા હતા, જ્યારે અંગરખે આ સ્ત્રીઓ પણ રાખતી હતી, સાથે સાથે ગળે પણ કંઇક હાર પણ પહેરતી હતી.

ગામનો વિનાશ

જે ગામ આટલું વિકષિત હતું તો એવું ક્યૂ કારણ બન્યું કે ગામના લોકોએ રાતો રાત આ ગામ ખળી કરી નાખ્યું. આ નું કારણ સલિમ સિંહ હતું.તેની નઝર એક રૂપવાન સ્ત્રીપર પડી હતી એ તે સ્ત્રી પાછળ એટલી હદે પાગલ હતો કે તે તેમણે પામવા  માટે તેમણે  બ્રાહ્મણો પર અત્યાચાર કરવા લાગ્યો. હદ તો ટાયરે થઈ કે સતા ના નશામાં તેમણે સ્ત્રીના ઘરે સંદેશ મોકલ્યો કે  પુનમ સુધીમાં  જો તે સ્ત્રીને પોતાની પાસે નહીં મોકલે તો તે ગામ પર આક્રમણ કરશે.અને સ્ત્રીને પોતાની સાથે લઈ જશે.

આ સમય ગામના લોકો માટે મુશ્કેલીનો સમય હતો.તેમણે પોતાનું ગામ કે પોતાની દીકરી બચાવવાની હતી.આ વાત પર નિર્ણય લેવા માટે 84 ગામના લોકો મંદિરના ચોરે ભેગા થયા ગમેતે થઈ જાય પણ આ પાણી દીકરી આપણે સલિમ સિંહના આપીશું નહીં અને ગામના લોકોએ રાતો રાત આ ગામ ખાલી કરી ને ચાલ્યા ગ્યાં અને જાતજાતા શ્રાપ આપતા ગયા કે આ ગામમાં કોઈ વ્યક્તિ રહી શકશે નહીં.

ક્યારે અને કેવી રીતે જશો

આ જગ્યાએ જવાનો સૌથી સારો સમય ડિસેંબર થી  ફેબ્રુઆરી  સુધીનો માનવમાં આવે છે.

ચંડીગઢથી જવા માટે બે રસ્તા છે.બટિંડા,ડબવાલીથી સંગરીયાથી હનુમાનગઢ અથવા બટિંડાથી મલોટાથી આબોહર થઈને હનુમાનગઢ જય શકાય છે.હનુમાનગઢથી સુરતગઢ,લૂનકરનસર,બીકાનેર બાય પાસથી કોલાયત,પોખરણથઈને જૈસલમેર પોહચી શકાય છે. ચંડીગઢથી નજીક 1050 કિલોમીટર દૂર આવેલ છે.જૈસલમેરની સૌથી નજીકનું હવાઈ મથક જોધપૂર  છે. જોધપુરથી ગાડી ભાડે કરીને આ જગ્યા સુધી પોહચી શકાય છે.

Loading...