જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે બે દિવસનો વર્કશોપ યોજાયો

136

જુનાગઢ કૃષિ યુનીવર્સીટીમાં ચાલતી વિવિધ શૈક્ષણિક તેમજ વહીવટી પ્રવૃતિઓને એકેડેમિક મેનેજમેન્ટ સીસ્ટમ દ્વારા દેશ લેવલે કઈ રીતે એકસુત્રતા જાળવી શકાય તે માટે જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢ ખાતે એકેડેમિક મેનેજમેન્ટ સીસ્ટમના અમલીકરણ અને પ્રવૃતિઓ વિષય પર બે દિવસીય સેન્સીટાઈઝેશન વર્કશોપનું આયોજન તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર ૨૦૧૯ ના રોજ  જુનાગઢ કૃષિ યુનીવર્સીટી તેમજ ભારતીય કૃષિ આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરાયેલ.

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી, દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ (એન.એ.એચ.ઈ.પી.) હેઠળ ઇન્સ્ટીટયુટશનલ ડેવલોપમેન્ટ પ્લાન (આઈ.ડી.પી.) માટે જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢની પસંદગી થયેલ છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈ.સી.એ.આર.) – ભારતીય કૃષિ આકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા (આઈ.એ.એસ.આર.આઈ.) ની  એન.એ.એચ.ઈ.પી. કમ્પોનન્ટ-૨ પ્રોજેક્ટ ટીમ દ્વારા ભારતભરની કૃષિ યુનીવર્સીટીઓની શેક્ષણીક પ્રવુતિઓમાં એકસુત્રતા જળવાય તે માટે એકેડેમિક મેનેજમેન્ટ સીસ્ટમ વિકસાવામાં આવેલ છે. આ સીસ્ટમ વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રોફેસર, હેડ, ગાઈડ, ફેકલ્ટી, વિદ્યાર્થીઓની જરૂરીયાત મુજબ સાંપ્રત અભિગમો ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. જે શિક્ષણને લગતી અનેકવિધ પ્રવૃતિઓને એકસુત્રતાથી સાંકળી માનવ કલાકો ની બચત કરે છે. તદુપરાંત એકેડેમિક મેનેજમેન્ટ સીસ્ટમમાં કૃષિ યુનીવર્સીટીની જરૂરીયાત મુજબ ફેરફાર કરી શકાય છે. હાલ આ સીસ્ટમ અંતર્ગત સ્ટુડન્ટ મેનેજમેન્ટ, ફેકલ્ટી મેનેજમેન્ટ, કોર્સ મેનેજમેન્ટ, વહીવટ મેનેજમેન્ટ તેમજ ઈ-લર્નિંગ મોડયુલ કાર્યરત છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈ.સી.એ.આર.) ના એન.એચ.એ.ઈ.પી. કમ્પોનન્ટ-૨ અંતર્ગત જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢ ખાતે એકેડેમિક મેનેજમેન્ટ સીસ્ટમના અમલીકરણ અને પ્રવૃતિઓ વિષય પર બે દિવસીય સેન્સીટાઈઝેશન વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.વર્લ્ડ બેંકના સહયોગ તેમજ  એન.એ.એચ.ઈ.પી. અંતર્ગત આઈ.સી.એ.આર. ના શિક્ષણ ડીવીઝનના ઉપમહાનિર્દેશક ડો. આર. સી. અગ્રવાલના વડપણ હેઠળ પ્રથમ વર્કશોપના આયોજન માટે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની પસંદગી થયેલ છે.

આ વર્કશોપનો ઉદ્ઘાટન સમારોહ ગયકાલના રોજ જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢ ખાતે રાખવામાં આવેલ. જેમાં ઉદઘાટક તરીકે પૂર્વ  માન. કુલપતિ ડો. એ.આર. પાઠક ઉપસ્થિત રહેલ. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જુનાગઢ જીલ્લાના પોલીસ મહાનિર્દેશક  સૌરભસિંહ હાજર રહેલ. અતિથી વિશેષ તરીકે જુનાગઢ કૃષિ યુનીવર્સીટી, જુનાગઢના માન. કુલપતિ ડો. વી. પી. ચોવટિયા હાજર રહી કાર્યક્રમની શોભા વધારેલ.  આ કાર્યક્રમમાં ભારતીય કૃષિ આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા, ન્યુ દિલ્હી ના ડો . આર. સી. ગોયલ ખાસ ઉપસ્થિત રહેલ અને કુલસચિવ ડો. પી.એમ. ચોહાણ,  નોડલ ઓફીસર (આઈ.સી.એ.આર.) ડો. પી. મોહનોત તેમજ નિયામક  (આઈ.ટી.) ડો. કે.સી. પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેલ.

Loading...