Abtak Media Google News

કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત : રાષ્ટ્રપતિએ દમણના સ્વામી વિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમમાં જનસભા સંબોધી

દમણગંગા રિવરફ્રન્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો માણ્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સેલવાસમાં રાત્રી રોકાણ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણની મુલાકાતે પહોંચ્યા છે. સવારે તેઓનુ એરપોટ ઉપર આગમન થયું જયાં પ્રફુલભાઈ પટેલએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તેઓએ દમણમાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું.

Img 20200217 Wa0042

દમણના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાના લાભનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રપતિએ દમણમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ પાંચ નવા આરોગ્યકેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી બે દિવસની સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવ્યા છે. આજે અને  રાષ્ટ્રપતિની સુરક્ષા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી રાત્રી રોકાણ સેલવાસમાં કરશે.

Img 20200217 Wa0043

સેલવાસમાં રાષ્ટ્રપતિના આગમનને વધાવવા દમણ ગંગા રિવરફ્રન્ટ પર  સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે વિકાસના અનેક કાર્યક્રમોનું કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યસ કરવાના છે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવની સાથે ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસના જવાનો પણ તેનાત છે. સાથે જ અર્ધલશ્કરી દળોના જવાનો પણ રાષ્ટ્રપતિની સુરક્ષા માટે તેનાત કરવામાં આવ્યા છે. દમણ કોસ્ટગાર્ડ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું આગમન થયું હતું. ત્યારબાદ એરપોર્ટથી રાષ્ટ્રપતિએ સીધા દમણ સ્વામી વિવેકાનંદ ક્રિકેટ સ્ટેડિયમ પર ૧૧ વાગ્યે જનસભા સંબોધી હતી. ત્યારબાદ સાંજે ૪.૪૫ કલાકે દમણ જેટી પર જંપોર સી ફેસ રોડનું ઉદ્ઘાટન કયું હતું. અને ૬ વાગ્યે દમણથી દાદરા નગર હવેલી, સેલવાસ જવા રવાના થયા હતા. જ્યાં સાંજે ૭ વાગ્યે દમણ ગંગા રિવર ફ્રન્ટ પર સંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.