શ્રીજી ગૌશાળા ખાતે ગૌ આધારીત ખેતી અંગે બે દિવસીય શિબિર યોજાઈ

ખેડુતો રાસાયણિક ખાતરોની જગ્યાએ ગૌમૂત્ર અને છાણ આધારીત ખેતી કરે તે હેતુથી શિબિર યોજાઈ

શ્રીજી ગૌશાળા ખાતે સમસ્ત મહાજનનાં સહયોગથી બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગૌશાળાઓ સ્વાવલંબી તેમજ તેમાંથી શું-શું ઉપાર્જન કરે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે ખેડુતો રાસાયણિક ખાતરોનો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થાય તેમજ ગૌમુત્ર તેમજ છાણ આધારીત ખેતી કરે તે લક્ષ્યથી આ શિબિર યોજાઈ હતી. જેમાં યશોજી મહારાજ તેમજ મુંબઈથી મહાજન ટ્રસ્ટનાં ગીરીશભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં પાંજરાપોળ ગૌશાળાના સંચાલકો અને ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

દાસભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજથી બે દિવસ માટે સમસ્ત મહાજન દ્વારા શ્રીજી ગૌશાળાનાં પ્રાંગણમાં ખેડુતો અને ગૌશાળા સંચાલકો માટેનું આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એ શિબિર થકી અનેક ગૌશાળા સંચાલકો કઈ રીતે ગૌશાળા સ્વાવલંબી અને ગાયમાંથી શું-શું ઉપાર્જન કરી શકાય. અનેકવિધ પદાર્થો ગાયના પંચગવ્યમાંથી બનાવી ગૌશાળાઓને સ્વાવલંબી બનાવવા માટેનો આ સેમીનાર ગૌશાળા અને પાંજરાપોળનાં સંચાલકો માટે ઉપયોગી થશે. ગુજરાત-સૌરાષ્ટ્રનાં ખેડુતો ખેતીમાં રાસાયણિક ખાતર, જંતુનાશકો વાપરે છે અને જે અશુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેનાથી પર રહીને ગાય આધારિત કૃષિ દરેક ખેડુતો કરતા થાય તેવો સંસ્થાનો ઉદેશ શિબિર થકી સફળ થશે. વૈજ્ઞાનિક અભિગમથી એક તંદુરસ્ત જીવન માટે પણ ગાય આધારિત ખેતી પણ જ‚રી છે.

મિતલભાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક કક્ષાએ જન-જંગલ-જનાવરની સુખાકારી માટે વૈશ્ર્વિક સંસ્થા સમસ્ત મહાજન દ્વારા સૌરાષ્ટ્ર-ગુજરાતની પાંજરાપોળો ગૌશાળા માટે આ બે દિવસીય શિબિરનું આયોજન શ્રીજી ગૌશાળાના સંપૂર્ણ સાથ સહકાર અને માર્ગદર્શનથી આયોજન કરાયું છે. આ સંમેલનમાં લાંબાગાળે પાંજરાપોળો, ગૌશાળાઓ તીર્થસ્થાન સ્વરૂપ બે અને ગૌશાળાએ કોઈ દયાયાત્રા સ્થાન નથી પરંતુ આપણને અહીં જવાનો આનંદ થાય તેવું વાતાવરણ હોય છે.

Loading...