Abtak Media Google News

ગુજરાતમાં આરટીઓ ચેકપોસ્ટ નાબુદ કરવાનાં સરકારનાં આદેશ બાદ હરિયાણા-પંજાબનાં બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું કારસ્તાન શરૂ કર્યું: આર.આર.સેલે દરોડો પાડી ૬૦૨૪ દારૂની બોટલ મળી કુલ રૂા.૩૮ લાખનો મુદામાલ કબજે કર્યો

ગુજરાત સરકાર દ્વારા રાજયની તમામ આરટીઓ ચેકપોસ્ટ નાબુદ કરવાનો આદેશ કરવામાં આવતાની સાથે જ પંજાબ-હરિયાણાનાં મોટા ગજાનાં બુટલેગરો સક્રિય બન્યા છે અને ગુજરાતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઘુસાડવાનું શરૂ કરતાની સાથે જ વિરમગામ-કચ્છ નેશનલ હાઈવે પર આવેલ સામખીયાળી નજીક માળીયા ચેકપોસ્ટ પાસે આરઆરસેલની ટીમ દ્વારા ચોકકસ બાતમીનાં આધારે ટ્રકચાલકને ઝડપી લઈ ટ્રકમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની ૬૦૨૪ બોટલ સાથે ચાલકની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂા.૩૮ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

આ અંગેની પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આર.આર.સેલનાં પી.એસ.આઈ સહિતની ટીમને મળેલ ચોકકસ બાતમીનાં આધારે ગતરાત્રીનાં મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર આવેલ માળીયા ચેકપોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન વિરમગામ તરફથી આવતો રાજસ્થાન પાસીંગનો ટ્રક નંબર આર.જે. ૯ ડી.બી. ૯૮૯૬નો ચાલક ટ્રક લઈ શંકાસ્પદ હાલતમાં નિકળતા પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો કરી માળીયા ચેકપોસ્ટ પાસે દબોચી લીધો હતો. પોલીસે ટ્રકચાલક રણબીરસિંહ દિપચંદ મલિક (રહે.હરિયાણા) નામનાં શખ્સની અટકાયત કરી ટ્રકની તલાશી લેતા ટ્રકનાં પાછળનાં ભાગે ભેજાબાજ બુટલેગરો દ્વારા પોલીસને અંધારામાં રાખવા અને દારૂને અલગ રીતે સંતાડી રાખવા ચોરખાનું બનાવવામાં આવ્યું હતું.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

પોલીસે ચોકકસ બાતમીનાં આધારે ચોરખાનું શોધી કાઢી તેમાંથી રૂા.૧૮ લાખની કિંમતની વિદેશી દારૂની ૬૦૨૪ બોટલ કબજે કરી હતી. આરઆરસેલની ટીમે ટ્રકચાલકની ધરપકડ કરી રૂા.૨૦ લાખનો ટ્રક સહિત કુલ રૂા.૩૮,૧૩,૭૦૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી હતી. વિદેશી દારૂનો જથ્થો પંજાબ-હરિયાણાથી કોને મોકલાવ્યો અને આ વિદેશી દારૂનો જથ્થો કચ્છમાં કે વિરમગામ હાઈવે પરથી મોરબી તરફથી મોરબીમાં કે રાજકોટમાં આ વિદેશી દારૂનો જથ્થો કયાં બુટલેગરને પહોંચાડવાનો હતો આ બાબતે પોલીસે ઝડપાયેલા ટ્રકનાં ડ્રાઈવર રણબીરસિંહ મલિકને રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.