Abtak Media Google News

માળીયા મીયાણાના ખીરી ગામે રહેતા હૈદરભાઇ ઇશાકભાઇ લદાણી નામના પ૦ વર્ષના પ્રૌઢ પોતાનું બાઇક લઇ જઇ રહ્યા હતા ત્યારે માળીયા ફાટક પાસે પહોચતા  કોઇ અજાણ્યા આઇસર ચાલકે બાઇકને ઠોકરે લેતા પ્રૌઢ ફંગોળાયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને સારવાર અર્થે મોરબી બાદ વધુ સારવાર માટે અહીંની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જયાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજયું હતું. પ્રૌઢના મૃત્યુથી તેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ અકસ્માત સર્જનાર ટ્રક ચાલકની શોધખોળ આદરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.