Abtak Media Google News

કીટના નિયમિત ચેકઅપ અને વાલ્વના સેફટી પ્રીકોશનથી અકસ્માત ટાળી શકાયશોર્ટ સર્કિટ અથવા પેટ્રોલ લીકેજ થવાના કારણે સીએનજી સંચાલીત કારમાં આગ લાગી શકે

વર્તમાન સમયની અંદર સીએનજી ગાડીઓની માંગમાં વધારો થતો જોવા મળે છે અને લોકો મોંઘા પેટ્રોલ-ડિઝલને બદલે સીએનજી દ્વારા સંચાલિત ગાડી તરફ વધારે આકર્ષાય છે ત્યારે ઘણા બધા એવા બનાવો બને છે કે લીકેજને કારણે અથવા શોર્ટ સર્કિટને કારણે સીએનજી ગાડીમાં આગ લાગી જાય છે અને વ્યકિત જીવતું ભરથુ બની જાય છે.

સીએનજી ગાડી ખરીદનાર અને ચલાવનારને શું શું બાબત ધ્યાનમાં રાખવી જોઈએ તેના વિશે અબતક સાથેની વાતચીતમાં જે.વી.શાહ ઈન્સ્પેકટરે જણાવ્યું હતું કે, સીએનજીમાં પેટ્રોલ પ્રકારનાં વાહન હોય તેમાં લોકો હીટ્રો (સીએનજી કીટ) ફીટ કરાવે છે. રાજકોટ જિલ્લામાં દર મહિને ૨૫૦,૩૦૦ જેટલા વાહનો દર મહિને ફિટીંગ કરાવે છે. દર મહિને ૧૨૫-૧૫૦ જેટલા વાહનો કંપની ફીટેડ એટલે કે એલપીજી પ્લસ પેટ્રોલ, સીએનજી પ્લસ પેટ્રોલ હોય છે. મોટેભાગે સીએનજી પ્લસ જ હોય છે. તેમાં ઓટોરિક્ષા પેસેન્જર અતુલ અને બજાજ જેવી કંપનીની ઓટોરિક્ષા આવે છે. મા‚તીમાં વેગેનઆર જેવી કારો કંપની ફીટેડ સીએનજી પ્લસ પેટ્રોલ આવે છે.

મારી સમજણ મુજબ વાહન ચાલકોએ સીએનજી, પીએનજી રેટ્રો ફીટીંગ કરાવ્યું હોય તો તેમણે મેન્ટેનેશ કાર્ડ પણ આપવામાં આવે છે. તેનો અભ્યાસ કરવો જોઈએ, નિયમિત અંતરે કિટનું ચેકઅપ પણ કરાવવું જોઈએ. ખાસ કરીને પાઈપલાઈનનું ચેકિંગ પણ કરાવવું જોઈએ. સીએનજીમાં ત્રણ સ્ટેજ ઉપર સેફટી વાલ્વ આપવામાં આવે છે. ફર્સ્ટ સ્ટેજ ઉપર ટેન્કમાં સીએનજીનું ફિલીંગ કરવામાં આવે તેમાં નોન રીટર્ન વાલ્વ હોય જયાંથી બહાર ન નિકળી શકે. બીજો સેફટી વાલ્વ સીએનજીની ટેન્ક ઉપર હોય, કોઈપણ જગ્યાએ શોર્ટ સર્કિટ કે ગેસનું લીકેજ થાય તો વાલ્વ ઓટોમેટીક આખી સર્કિટને બંધ કરી દે છે. ત્રીજો સોફી વાલ્વ વેપોરાઈઝેશન ઉપર જયાંથી સીએનજી અને હવાનું મિશ્રણ થઈને એન્ટર થતું હોય છે. આ ત્રણ જગ્યાએ સેફટી પ્રિકોશન હોય તો તેને કારણે આગ લાગતી નથી. પણ જે વાહનો પેટ્રોલ સાથે સીએનજી કે એલપીજી હોય તો પેટ્રોલ લીકેજ થવાને કારણે વાહન સળગે છે તેવી શકયતા મોટેભાગે રહેલી છે.

વાહન માલિકે પોતાની ઈલેકટ્રીકલ સર્કિટ નિયમિત અંતરે ચેકઅપ કરાવી લેવી જોઈએ. પેટ્રોલનું લીકેજ પણ નથી તે પણ ચેક કરાવી લેવું જોઈએ. સીએનજીની ટેન્ક હોય તેમાં જે પ્રેસરથી ગેસ ફિલપ કરીએ તે પ્રેસરના ત્રણ ગણા પ્રેસરથી સર્ટીફાઈડ અને ચેક કરેલી ટેન્ક બનેલી હોય છે. તેથી ટેન્કમાં બ્લાસ્ટ થવો કે ફાટી જવું તે બાબતે આખી દુનિયામાં આ રીતના બનાવો બન્યા હોય તેવું મારા ધ્યાનમાં હજુ આવ્યું નથી.  વાહનનું પેરોડીકલ ચેકઅપ કરવું જોઈએ, ઈલેકટ્રીકલ લીકેજ, શોર્ટ સર્કિટ, પેટ્રોલ લીકેજ વગેરે જોવું જોઈએ અને ગેસ લીકેજ શકય નથી. કારણકે ગેસ લીકેજના પ્રેસરનો અવાજ એટલો બધો આવે કે આપણને ખ્યાલ આવી જાય. લોકોએ કાળજી રાખવી જોઈએ. થોડી પણ ગંધ આવે કે શોર્ટ સર્કિટનું જાણવા મળે તો તરત જ પોતાનું વાહન સાઈડમાં રાખીને વાહનમાંથી ઉતરી જવું જોઈએ. તેના ટેકનિકશનને બોલાવી ગાડીને ચેક કરી લેવી જોઈએ અને સંપૂર્ણ રીપેરીંગ કરી ત્યારબાદ જ વાહન ચલાવવું જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.