Abtak Media Google News

રૂદ્રાક્ષ, મીનાકારી, ઓકસોડાઇઝ, રોઝ ગોલ્ડ, કાર્ટુન ફોટા નામવાળી, ઉન અને રેશમના દોરાવાળી રાખડીઓનું કલેકશન

રાખડીઓમાં ચાઇનીઝ મોતી-સ્ટોનનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરાયો છે: યુસુફઅલીભાઇ

નવી વેરાવટીમાં મસાલા ઢોસા, જલેબી મરચા, મેગી પાઉભાજી સહિતની ફાસ્ટ ફૂડવાળી રાખડીઓ મળશે

ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકસમા રક્ષાબંધન પર્વને હવે ગણત્રીના જ દિવસો બાકી હોય ત્યારે શહેરની બજારોમાં દર વર્ષની જેમ આ વર્ષેપણ નતનવી રાખડીઓ આવી ગયેલ છે. શહેરમાં ચોપન વર્ષથી રાખડીનો વેપાર કરતા જોહર કાર્ડસવાળા ડો. યાજ્ઞીક રોડના યુસુફઅલીભાઇ તથા હુસનેનભાઇ તથા તેમની સીસ્ટમ ક્ધસમ કાલાવડ રોડ પ્રેમ મંદીરના રોડ ગાર્ડન સામે જોહર ગેલેરી વાળા જોહરભાઇએ રાખડી અંગે જાણયવ્યું હતું કે, આ વર્ષ અમારા શોરૂમ તદ્દન નવાજ પ્રકારની વેરાવટીઓ આવેલ છે. આ રાખડીઓ, સ્વદેશી બનાવટની હોય છે. દુનિયાભરમાં હિન્દુસ્તાનમાં બનેલ રાખડીઓ એકસપોર્ટ થાય છે. કલકતા, મુંબઇ, ઇન્દોર, સુરત, બરોડા, અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર વિગેરે શહેરોમાં બારે માસ રાખડીઓ બનાવવામાં આવે છે. કારણ કે રાખડીઓ હાથની કારીગરીથી જ બનાવવામાં આવે છે. રાખડીઓમાં ચાઇનીઝ મોતી અને સ્ટોનના બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેવી કે ઉન, રેશમ, કોટનના દોરા, બુટીઓ, પેન્ડલ, રૂદ્રાક્ષ વિગેરે સામગ્રી હિન્દુસ્તાનમા જ ઉત્પાન થાય છે. અને રાખડીઓ વર્ષોથી સ્વદેશી જ બનાવટ ની હોય છે. લાખો લોકોને રોજગારી મળે છે.

આ વર્ષે ૩ ઓગસ્ટને સોમવારે રક્ષાબંધન નો તહેવાર આવે છે. સ્ટેનલેસ સ્ટીલના લખેલ સેલ્ફીવાલાભાઇ, રોક સ્ટારભાઇ, સ્વેગ બ્રો, ચશ્મા-મુછ- બ્રો, સી.એ. ભાઇ, બીગબી, ફેઇસ બુક બ્રો, આઇ લવ માય બ્રધર, વીગેરે લખાણવાળી રાખડીઓ આવેલ છે. કલકતાની બુટીની રાખડીઓ તેમજ અમેરીક ડાયમંડની રાખડીઓ, કસબ જરીની રાખડીઓ, રોઝ ગોલ્ડ કરેલ સંખ્યાબંધ ડીઝાઇનોની રાખડીઓ આવેલ છે. ચાંદી તથા ગોલ્ડ વાઇબ્રેટ કરેલ રાખડીઓ, ડાયમંડ રીંગવાળી ભરપુર ડીઝાઇનોમાં રાખડીઓ, મુંબઇના પટવાઓ દ્વારા ગુઠણી વાળી રાખડીઓ ખુબ જ નાની અને આકર્ષક હોય છે. જોહર કાર્ડસવાળા તથા જોહર ગેલેરી વાળાએ વધુમાં જણાવ્યું હતું કે રૂદ્રાક્ષ ની તો ઘણી જ રેન્જમાં આવેલ છે રૂદ્રાક્ષ ના બ્રેસ્લેટ ટાઇપ રાખડીઓ પણ આવેલ છે. મીના કારી કરેલ રાખડીઓ, એકસોડાઇઝ કરેલ પેન્ડલની રાખડીઓ, અમારે ત્યાં ફોટાવાળા રાખડી બનાવી આપીએ છીએ. સુખડ (ચંદન)ની રાખડીઓ ઉન રેશમના દોરાની રાખડીઓ, ઘુઘરીવાળા રાખડીઓ, કુંદનના નંગની રાખડીઓ, રાખડીઓ બ્રાસની નામવાળી પણ અમો બનાવી આપીએ છીએ. આ ઉપરાંત ફોટા વાળી રાખડી પણ બનાવી આપીએ છીએ. બાળકો માટે કાર્ટુન વાળી, ટીવીના કેરેકટરની લાઇટવાળી ત્થા મ્યુઝીકલ રાખડીઓ આ ઉપરાંત મસાલા ઢોસા, જલેબી, મરચા, મેગી, પાઉભાજી વાળી રાખડીઓ આવેલ છે.

રાશી પ્રમાણેની રાખડીઓ આવેલ છે. છેલ્લા ઘણા વર્ષાથી રાખડીનું પણ મહત્વ વધી રહ્યું છે. જે ખાસ કરીને રાજસ્થાન જેવા પ્રાંતમાં આ લુમ્બા રાખડીનું પરંપરાગત મહત્વ રહેલું છે. નણંદ ભાભીને લુમ્બા રાખડી બંગડીમાં બાંધવામાં આવે છે. ભાઇ અને ભાભી માટે લુમ્બા રાખડી મેચીંગ સેટમાં પણ આવેલ છે. રક્ષા બંધના દિવસે ભાઇની સાથે ભાભીને લુમ્બા રાખડી બાંધવામાં આવે છે. લુમ્બા રાખડીમાં કલકતી બુટી વાળી તથા ઘુંઘરીવાળી ડાયરમંડ બોલ, મોતીની ગુઠણીવાળા, રેશમના જુમખાવાળી સંખ્યાબંધ વેરાયટીઓમાં લુમ્બા રાખડીઓ આવેલ છે. આજના આધુનિક યુગમાં રાખડી કાર્ડસનું ચલન યથાવત રહ્યું છે. કાર્ડ સાથે રાખડીઓ પણ લગાવેલ કાર્ડસ તથા રક્ષાબંધનના અનુરુપ ચિત્ર વાળા રક્ષા બંધનના કાર્ડસ ઘણી જ ડીઝાઇનો મા આવેલ છે. હાલ કોરોના મહામારીના હીસાબે ફોરેન ભાઇને રાખડી મોકલવાની ધરાકી નીકળેલ નથી હવે પોસ્ટ ઓફીસ તથા કુરીયર દ્વારા દેશમાં મોકલવા માટે ની ધરાકી હજુ બરોબર નીકળેલ નથી. હવે નીકળશે તેવી રાજકોટમાં અંદાજે ૧૦૦૦ થી વધુ વેપારીઓને આશા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.