Abtak Media Google News

અલિયાબાડા રેલવે સ્ટેશન પાસે ટ્રેક્ટર ટ્રોલી એક માલગાડી ટ્રેન સાથે અથડાતા અકસ્માત થયો છે તેવા સમાચાર સાંપડતા જ એન.ડી.આર.એફ.ટી.ની ટૂકડી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતાં.

ડિવિઝનલ રેલવે મેનેજર પી.બી. નિનાવેની સૂચનાથી અલિયાબાડાના સ્ટેશન માસ્તરએ ગઈકાલે સંદેશો વહેતો કર્યો હતો કે
અલિયાબાડા રેલવે ફાટક પાસે માલગાડી સાથે ટ્રેક્ટર અથડાતા અકસ્માત થયો છે.

આ સમાચાર સાંભળતા જ એન.ડી.આર.એફ ટૂકડી, જામનગર-હાપાથી સ્પેશ્યલ સ્ટાફ, સિવિલ ઓથોરીટી, રેલવે ડોક્ટરોની ટીમ, ગામના સરપંચ, આગેવાનો, ૧૦૮ એમ્બ્યુલન્સ વગેરે બનાવ સ્થળે પહોંચ્યા હતાં અને જરૃરી કાર્યવાહી હાથ ધરી હતી. ડીઆરએમ તથા ડિવિઝનલ સિક્યોરીટી ઓફિસર બી.કે. સિંહ દ્વારા રેલવે વિભાગની જાગૃતતા ચકાસવા આ મોકડ્રીલ યોજવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.