Abtak Media Google News

Table of Contents

અભયભાઈ ભારદ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ

Patil9

Patil9

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતના રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજે ગુજરાતે એક જુજારું નેતા, ઉત્તમ સમાજસેવી વ્યક્તિને ગુમાવ્યા છે, ઈશ્વર તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. પાટીલે જણાવ્યું હતું કે, અભયભાઈ ભારદ્વાજની પ્રતિષ્ઠિત વકીલ તરીકેની પણ આગવી છાપ હતી, તેઓ જીવનભર લોકોની મદદ કરવામાં અગ્રેસર રહ્યા હતા, તેઓને તેમણે કરેલા સેવાકીય કાર્યો માટે હંમેશા યાદ કરાશે.

અભયભાઈ ભારદ્વાજના અવસાનથી હું  અત્યંત દુ:ખ ની લાગણી અનુભવું છું: ભરત પંડ્યા

આBharat9

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ સ્વ.અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, ભાજપના રાજ્યસભાના સભ્ય અભયભાઈ ભારદ્વાજના અવસાન થી હું અત્યંત દુ:ખની લાગણી અનુભવું છું. પ્રજાના પ્રશ્નોને વાંચા આપનાર, ગરીબોને ન્યાય માટે લડનાર એક તેજસ્વી વકીલ ગુમાવ્યાં છે. જનસંઘ અને ભાજપની વિચારધારાને મક્કમ રીતે પ્રતિબિંબિત કરનાર એક શ્રેષ્ઠ કાર્યકર્તા ગુમાવ્યાં છે. સમાજ માટે ચિંતન કરીને સતત પ્રવાસ કરનાર એક ઉત્તમ સામાજીક આગેવાન ગુમાવ્યાં છે, પત્રકારથી શરૂ કરીને  રાષ્ટ્રીય કાયદાપંચના સભ્ય તરીકેની સમગ્ર જીવનયાત્રા એક પ્રશંસનીય રહી છે.

અભયભાઈ ભા૨ધ્વાજની વસમી વિદાયથી શોક્સભ૨ શ્રધ્ધાંજલી પાઠવતો શહે૨ ભાજપ કાર્યાલય પરિવાર

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી,  કોષાધ્યક્ષ અનિલભાઈ પા૨ેખ, શહે૨ ભાજપ કાર્યાલય મંત્રી હ૨ેશભાઈ જોષી, ભાજપ અગ્રણી નિતીન ભુત, રાજકોટ મહાનગ૨ પાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાક૨, મીડીયા સેલના રાજન ઠકક૨  સહીત શહે૨ ભાજપ કાર્યાલય પ૨ીવા૨ે રાજયસભાના સાંસદ, પ્રખ૨ ધારાશાસ્ત્રી અને ભા૨તીય જનતા પાર્ટીના પીઢ નેતા અભયભાઈ ભા૨ધ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત ક૨તા જણાવેલ કે અભયભાઈ ભા૨ધ્વાજ હ૨હંમેશ સૌના માર્ગદર્શક ૨હયા છે, ત્યા૨ે સ૨ળ અને નીખાલસ સ્વભાવ ધરાવતા અભયભાઈ ભા૨ધ્વાજને ભા૨તીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ માટે ભાઈના બહુનામથી ઓળખાતા હતા.

અભયભાઈ ભા૨ધ્વાજની અણધા૨ી વિદાયથી આપણે માર્ગદર્શક ગુમાવ્યા છે: મોહનભાઈ કુંડા૨ીયા

Mohan9

શહે૨ના સાંસદ મોહનભાઈ કુંડા૨ીયાએ  રાજયસભાના સાંસદ, પ્રખ૨ ધારાશાસ્ત્રી અને ભા૨તીય જનતા પાર્ટીના પીઢ નેતા અભયભાઈ ભા૨ધ્વાજના દુ:ખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત ક૨તા જણાવેલ કે અભયભાઈ ભા૨ધ્વાજની અણધા૨ી વિદાયથી  આપણે એક શુભચિંતક અને માર્ગદર્શક ગુમાવ્યા છે ત્યા૨ે અભયભાઈ ભા૨ધ્વાજ સ૨ળ અને નિખાલસ સ્વભાવ ધરાવવાની સાથોસાથ એક કુશળ ધારાશાસ્ત્રી, સમાજ ઉત્કર્ષ્ા માટે સતત ચિંતિત, સંનિષ્ઠ સંઘ કાર્યર્ક્તા અને ભા૨તીય  જનતા પાર્ટીના મોભી, અનેક કાર્યર્ક્તાઓના માર્ગદર્શક હતા. ત્યા૨ે પ૨મકૃપાળુ પ૨માત્મા અભયભાઈ ભા૨ધ્વાજના આત્માને શાંતિ પ્રદાન ક૨ે તેવી  શોકાંજલી સાંસદ મોહનભાઈ કુંડા૨ીયાએ પાઠવી હતી.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનો શોક સંદેશ

Agovind9
અભયભાઈ ભારદ્વાજના નિધનથી ઘેરા શોકની લાગણી અનુભવું છું. અભયભાઈ ભારદ્વાજ મારા યુવા મોરચાના સાથીદાર, સૌરાષ્ટ્ર યુવા મોરચાના મારી સાથેના સ્થાપક અને જ્યારથી એ જનસતા પ્રેસની અંદર એક રિપોર્ટર તરીકે નોકરી કરતા હતા ત્યારથી અમારા બંનેની મિત્રતા અમે સૌરાષ્ટ્ર યુવા મોરચાની રચના કરી, યુવા મોરચાની રચના કર્યા પછી ગુજરાત પ્રદેશ યુવા મોરચાની રચના થઈ એમાં અભયભાઈ મહામંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે અમે સાથે કામગીરી કરી વર્ષો સુધી અમારી “બે બળદની જોડી કોઈના શકે તોડીએ પ્રકારનું અમારા માટે સૂત્ર ચાલતું હતું. જેતે વખતે આવી અમારી એક મિત્રની જોડી આજે ખંડિત થઈ છે એનું મને ખૂબજ દુ:ખ છે. તેમજ આઘાતની લાગણી અનુભવું છું અને પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને પરમકૃપાળું પરમાત્મા મોક્ષગતિ પ્રદાન કરે અને એનું કુટુંબ કે જેની સાથે મારે ફેમેલી રીલેશન છેલ્લા ૪૦ વર્ષથી છે. એ કુટુંબ ઉપર આવી પડેલી ઓચિંતાની આઘાતજનક ઘટનાને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.

રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજને રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડો. કથીરિયાની શ્રધ્ધાંજલિ

Akathiriya9

પ્રખર ધારાશાસ્ત્રી રાજયસભાના સાંસદ અને રાજકોટના સામાજીક અગ્રણી અભયભાઈ ભારદ્વાજના દુ:ખદ નિધનથી અત્યંત દુ:ખ અને સંતાપની લાગણી અનુભવતા ડો. કથીરિયાએ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી છે. કોરોનાએ વધુ એક અગ્રણી મહાનુભાવને કાળની ગોદમાં સમાવી લીધા. કાળની ગતિ ન્યારી છે. દેશભકત ભારદ્વાજ પરિવારના અગ્રણી બાળપણથી આર.એસ.એસ.ના રાષ્ટ્રવાદનાં રંગે રંગાઈ જાહેર જીવનમાં યુવાકાળથી સમાજસેવા, રાષ્ટ્રસેવામાં સતત કાર્યરત અભયભાઈ રાજકોટના જ નહીં પણ સમગ્ર ગુજરાતના પ્રખર ધારાશાસ્ત્રી તરીકે લોકપ્રિય બની રહ્યા હતા.

એક નિડર, બાહોશ અને મુત્સદી, પીઢ નેતા તરીકે સૌના આદરણીય હતા. બાર કાઉન્સીલ, વિદ્યાર્થી પરિષદ, રામ જન્મ ભૂમિ આંદોલન, ગુંડાગીરી વિરોધી અભિયાન, ભારતીય જનતા પાર્ટી  અને જાહેર જીવનમાં તેમનું યોગદાન કાયમી અવિસ્મરણીય બની રહેશે. ડો. કથીરિયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ તેમની ધારાશાસ્ત્રી તરીકેની કુશળતાને ધ્યાને લઈ તાજેતરમાં રાજયસભામાં પસંદગી કરી હતી. સમાજ અને દેશને તેમની બુધ્ધિ કૌશલ્ય અને કાબેલિયતનો વધુ લાભ મળેતે પહેલા જ કુદરતે તેમને આપણી વચ્ચેથી છીનવી લીધા તે કાળની ક્રૂરતા નહીં તો બીજું
શું !

અભયભાઈ ભારદ્વાજને શ્રદ્ધાંજલિ અર્પતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર

Asok9

રાજ્યસભાના સાંસદ, લો કમીશન ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ મેમ્બર, વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિદ્વાન બ્રહ્મ અગ્રણી, પ્રખર રાષ્ટ્રવાદી નેતા, અને સૌના હૃદય સમ્રાટ સ્વ.અભયભાઈ ભારદ્વાજ ના દુ:ખદ અવસાનથી ઘેરો આઘાત અનુભવાઈ રહ્યાં છીએ. તેઓની વસમી વિદાય થી સમાજ, વકીલ આલમ અને રાજકોટ સૌરાષ્ટ્ર એ એક અનમોલ રત્ન ગુમાવ્યું છે. જેની ખોટ આવનારા ભવિષ્યના દિવસોમાં ક્યારેય પૂરી નહિ શકાય પરમ કૃપાળુ પરમેશ્વર સદગતની આત્માને શાંતિ આપે તેવી ઉશ્વર ને પ્રાર્થના.

અભયભાઈના નિધનથી સમાજે એક ઉમદા માનવી ગુમાવ્યા: ઉદય કાનગડ

Auday9

પ્રખર ધારાશાસ્ત્રી, જનસંઘ-ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના દુ:ખદ અવસાન બદલ રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, સમાજ સેવામાં સદા અગ્રેસર, તેજસ્વી અને તીક્ષ્ણ બુધ્ધિમતા ધરાવતા પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી ગુમાવ્યાનું ખુબ દુ:ખ થયું છે, ભારતના ૨૧માં લો કમિશનના સભ્ય તરીકે સ્વ. ભારદ્વાજે દેશ માટે ખુબ જ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી શરૂ કરતા પહેલા તેઓએ રાજકોટમાં પત્રકાર તરીકે પણ કામગીરી કરી હતી. વિદ્વાન અને સુવિખ્યાત ધારાશાસ્ત્રી તરીકેની ઝળહળતી કારકિર્દી દરમ્યાન તેઓના માર્ગદર્શન હેઠળ અનેક યુવા ધારાશાસ્ત્રીઓ કાયદાના ક્ષેત્રમાં નિપુણ બન્યા છે. સ્વ. અભયભાઈ ભારદ્વાજના નિધનથી સમાજના વિવિધ ક્ષેત્રમાં એક ઉમદા માનવીની ખોટ પડી છે. ઈશ્વર એમના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો પર આવી પડેલ આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

અભયભાઇની વિદાય સમસ્ત સમાજને પડેલી ખોટ છે: માંધાતાસિંહ જાડેજા અંગત વડીલ-સ્વજન ગુમાવ્યા: રાજકોટ એમની સેવા સદા માટે યાદ કરશે

Amandha9

રાજ્ય સભાના સાંસદ અને રાજકોટના અગ્રણી વકીલ અભયભાઇ ભારદ્વાજના અવસાનથી સમગ્ર રાજકોટને, તમામ સમાજને મોટી ખોટ પડી છે એવું રાજકોટના ઠાકોર સાહેબ  માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પોતે એક અંગત વડીલ ગુમાવ્યા છે એવું કહીને એમણે સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાએ કહ્યું કે એક બાહોશ વકીલ તરીકે અભયભાઇની નામના તો દેશભરમાં હતી સાથે જ તેઓમાં રહેલા નેતૃત્વના ગુણ પણ યુવાનીથી લોકોએ જોયા હતા. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પહેલાંથી, જનસંઘના સમયથી તેઓ સક્રિય રહ્યા હતા. વિદ્યાર્થીકાળથી રાષ્ટ્રીય રંગે રંગાઇને એમણે કરેલાં કામો સદાય યાદ રહેશે. અભયભાઇના જવાથી સમસ્ત સમાજને ખોટ પડી છે એવું જણાવીને ઠાકોરસાહેબે કહ્યું કે વકીલો, રાજકીય કાર્યકરોને એમણે સતત માર્ગદર્શન અને હૂંફ આપ્યા હતા. એટલે વિવિધ વર્ગને તો એમની ખોટ પડી છે પરંતુ મેં પોતે એક અંગત સ્વજન ગુમાવ્યા છે. મારા પિતાશ્રી સ્વ.ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા સાથે એમને નિકટતા હતી. તેઓ મારા પિતાશ્રીને મામાનું સંબોધન કરતા. રાજકીય રીતે ભિન્ન પક્ષોમાં હોવા છતાં પરસ્પર સન્માન અને આદર એ લોકો એક બીજાને આપતા. એમના અવસાનથી મને પણ પરિવારના વડીલની ખોટ પડી છે.

અભયભાઇ ભારદ્વાજ ‘વ્યકિત એક, વિશેષતા અનેક’ સૂત્રને સાર્થક કરનાર વ્યકિત: ચેતનભાઇ રામાણી

Chetan9

રાજકોટ જીલ્લા ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી પોતાના મિત્ર તેમજ રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી તેમજ રાજયસભાના પ્રતિષ્ઠિત સાંસદ એવું લો કમીશ્નર ઓફ ઇન્ડીયા ના મેમ્બર સ્વ. અભયભાઇ ૩ મહીના  સુધી કોરોના ની સારવાર હેઠળ રહ્યા બાદ અક્ષરધામ ગમન થયાના સમાચાર સાંભળી શોકમગ્ન થયા હતા. તેમજ તેઓનો અભયભાઇ ભારદ્વાજ સાથે અત્યંત નીજકોન નાતો હોવાથી તેઓ સાથેની સંભારણા રૂપ તસ્વીર સોશીયલ મીડીયા પર શેર કરી ભાવુક થયા હતા.

અભયભાઈના નિધનથી ગુજરાતે  ઉત્તમ સમાજ સેવક ગુમાવ્યા: કોર્પોરેશનના પદાધિકારીની શ્રધ્ધાંજલિ

Bina9Bwa

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને પ્રતિષ્ઠિત ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજના દુ:ખદ અવસાન બદલ શ્રધ્ધાંજલિ પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તથા દંડક અજયભાઈ પરમારે શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યુ છે  કે, તેઓ જાહેર જીવનમાં લાખો કાર્યકરો માટે એક આદર્શ અને પ્રેરણારૂપ હતા. તેમના નિધનથી ગુજરાતે એક ઉત્તમ સમાજસેવક ગુમાવ્યા છે. તેમણે કરેલા સેવા કાર્યો હંમેશા યાદ રહેશે. તેઓ લોકોની મદદ કરવા માટે હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમના આદર્શોને ધ્યાને લઇ લોકસેવા કરવી તે જ તેઓને સાચી શ્રધ્ધાંજલિ ગણાશે. ઈશ્વર એમના દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનો પર આવી પડેલ આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

કાયદાક્ષેત્રે શુન્યવકાશ સર્જાયો પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા

Abhanu9

રાજકોટના પનોતા પુત્ર, ગુજરાતના ખ્યાતનામ એડવોકેટ રાજયસભાના સાંસદ એવા અભયભાઇ ભારદ્વાજના નિધનથી ન માત્ર રાજકોટ સૌરાષ્ટ્ર પણ ગુજરાતને ન પૂરી લાગે છે ભારતીય જનતા પાર્ટીના સઘર્ષના સાથે હજારો કાર્યકર્તા ઓને પીઠબળ પુરુ પાડતા એવા અમારા પરિવારના કાયમી  વડીલ એવા અભયભાઇ ભારદ્વાજના જવાથી કયારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.