જસદણમા ગેરકાયદે બાયોડિઝલ વેંચતા પંપ પર પુરવઠા વિભાગના દરોડા

રૂા.૧.૮૦ લાખની કિંમતના ૩૦૦૦ લીટર બાયોડિઝલનો જથ્થો કબજે કરાયો

જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આજે જસદણ પાસે ગેરકાયદેસર બાયો ડિઝલ વેંચતા પંપ પર દરોડો પાડી રૂા.૧.૮૦ લાખનો બાયો ડિઝલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગના હરસુખ પરસારીયા અને કિરીટસિંહ ઝાલા તેમજ જસદણ પ્રાંત અધિકારી ગલચર અને નાયબ મામલતદાર ચાવડા દ્વારા સંયુક્ત દરોડો પાડી જસદણના હડમતીયા પાસે આવેલ દ્વારકાધીશ બાયો ડિઝલ પંપમાંથી ગેરકાયદેસર રીતે વેંચવામાં આવતો ૩૦૦૦ લીટર રૂા.૧.૮૦ લાખ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે બાયો ડિઝલ પંપના સંચાલક સામે મંજૂરી ન હોવા છતાં ગેરકાયદેસર બાયો ડિઝલનું વેચાણ કરવા બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Loading...