Abtak Media Google News

ક્ચ્છ જિલ્લાના વાતાવરણમાં આજે એકાએક પલટો આવ્યો છે.સરહદી લખપત તાલુકામાં આજે વરસાદી ઝાપટું વરસ્યું છે જેના કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.લખપત તાલુકાના દયાપર,વર્માનગર,ઘડુલી,નારાયણ સરોવર,માતાના મઢ,છેર,મુધાય,નરા,સિયોત સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

સવારથી જ પંથકમાં ઝરમર વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.તો રણકાંધીના હાજીપીર વિસ્તારમાં પણ માવઠા નો માહોલ સર્જાયો છે ભરશિયાળે કચ્છમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.કમોસમી વરસાદને કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.