Abtak Media Google News

સુપર વુમન એજન્ટનું એલઆઈસી દ્વારા સન્માન

પ્રીમીયમ કલેકશન, નોમીનેશન, પોલીસી લોન, મેચ્યોરીટી પેમેન્ટ જેવી પોલીસી સેવાઓમાં મદદ‚પ માટે હંમેશા તત્પર રહે છે

લોગ વહિ સફલ હોતે હૈ જો સપને દેખતે હૈ, ઔર ઉન્હે પુરા કરને કો હરપલ તૈયાર રહેતે હૈ વૈશાલીબેન દિનેશભાઈ કારીયા એ ખરેખર આ વાકયને યથાર્થ ઠેરવેલ છે. તેમણે વર્ષ ૨૦૦૨માં જયારે એલઆઈસીની એજન્સી લીધેલ ત્યારે જ તેમણે ચેરમેન કલબની સદસ્યતા મેળવવાનું સ્વપ્ન જોયેલ અને તેમણે તેમના પતિ દિનેશભાઈ કારીયા, વિકાસ અધિકારી કિરીટભાઈ પટેલ અને કુટુંબીજનોના સાથ સહકાર અને માર્ગદર્શનથી ફકત ત્રણ વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં ચેરમેન કલબની મેમ્બરશીપ લેનાર રાજકોટ શાખા નં.૪ ના પ્રથમ એજન્ટનો રેકોર્ડ સર્જેલ, અને ૨૦૦૫થી સતત ચેરમેન કલબમની મેમ્બરશીપ ધરાવે છે. જીવન વિમાના વ્યવસાયની ૧૭ વર્ષની લાંબી મંઝીલ દરમ્યાન તેઓ અનેક વખત એમ.ડી. આર.ટી.ની મેમ્બરશીપ મેળવી ચૂકયા છે.

ગત નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વૈશાલીબેન તેમના વિકાસ અધિકારી કિરીટભાઈ પટેલની ટીમમાં પોલીસી કાઉન્ટમાં બીજા સ્થાને તથા એલઆઈસી રાજકોટ શાખા નં. ૪માં ટોપ ૧૦માં સ્થાન મેળવેલ છે. આ તકે સીની. ડીવી. મેનેજર ગોવિંદ અગ્રવાલ, માર્કેટીંગ મેનેજર કેતનભાઈ બારાઈ, શાખા અધિકારી ભટ્ટ તથશ વિકાસ અધિકારી કિરીટભાઈ પટેલએ અભીનંદન પાઠવવા સાથે વર્ષ ૨૦૧૯માં એમ.ડી.આર.ટી બનવાની શુભેચ્છા આપેલ છે.

એલઆઈસી સમયાંતરે એજન્ટ મિત્રોના વિકાસ માટે અલગ અલગઓફર રજૂ કરે છે. જેના હકારાત્મક પ્રતિસાદ સ્વ‚પે વૈશાલીબેન હંમેશા તત્પર રહે છે. તેમજ તાજેતરમાં જ માર્ચ ૨૦૧૯ની એલઆઈસી પ્રસ્તુત ગોલ્ડ મેડલ ઓફર માટે જ‚રી ૨૨ પોલીસી મહિલા દિવસના રોજ રજૂ કરીને શાખાના પ્રથમ ગોલ્ડ મેડલ વિનર બનેલ અને તેમના વિશાલ પોલીસી હોલ્ડર ગ્રુપમાં વિશ્ર્વાસ અને ચાહના ધરાવતા સફળ વિમા એજન્ટનું બી‚દ મેળવેલ છે.

આ તકે વૈશાલીબેને ૧૭ વર્ષનાં સફળતાના સહભાગી એવા સર્વે પોલીસી હોલ્ડરનો આભાર વ્યકત કરેલ અને હવે પછીના વર્ષોમાં પણ તેમનો સહયોગ મળતો રહેશે તેવી આશા વ્યકત કરેલ. વૈશાલીબેન પોલીસી સર્વીસીસ માટેની જુદી જુદી સેવાઓ જેવી કે પ્રીમીયમ કલેકશન, નોમીનેશન, પોલીસી લોન, મેચ્યોરીટી પેમેન્ટ વગેરે માટે મદદ‚પ થવા માટે હંમેશા તત્પર રહે છે. તેઓ સફળ વીમા એજન્ટ હોવાથી એલઆઈસી દ્વારા પ્રીમીયમ કલેકશન સેન્ટર પણ આપવામાં આવેલ છે.જેથી તેમના પોલીસી હોલ્ડરને વધુ સારી રીતે પ્રીમીયમ ભરવા માટેની સગવડ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.