સુત્રાપાડામાં સસ્તા અનાજની દુકાન દ્રારા વિતરણ વ્યવસ્થા માટેનો સફળ નવતર પ્રયોગ

ઘઉં, ચોખા, ખાંડ અને ચણા જુદી-જુદી પ્લાસ્ટીકની થેલીમાં ભરી તૈયાર રખાય

ગીર-સોમનાથ જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓને તકલીફ ન પડે તે હેતુસર રાજ્ય સરકારે વિના મુલ્યે અનાજ વિતરણ કરવાનો નિર્ણય કરેલ છે.

સુત્રાપાડાની મુખ્ય બજારમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક ખેમચંદ વિસનદાસ વતવાણી ને ત્યાં ૧૬૦૦ રેશનકાર્ડ ધારકો અને નારણદાસ જેઠાનંદ વતવાણીને ત્યાં ૧૫૮૦ રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે. સરકારશ્રી દ્રારા લોકડાઉનમાં નક્કી કરવામાં આવેલ નિયમ મુજબ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને નિશૂલ્ક અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ બન્ને દુકાનદારો દ્રારા ઘઉં, ચોખા, ચણા અને ખાંડની જુદી-જુદી પ્લાસ્ટીકની થેલીમાં ભરી તૈયાર કરવામાં આવી છે. જ્યારે લાભાર્થી તેમનું અનાજ લેવા માટે આવે છે ત્યારે તેઓને અનાજની તૈયાર કરેલી થેલીઓ આપી સાવચેતી પુર્વક અનાજ વિતરણ કરવામાં આવે છે.

લાભાર્થીને સ્પર્શ કર્યા વગર કરાય છે અનાજ વિતરણ

લાભાર્થી કાળીબેન બિલાલભાઈ કામળીયાએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારા પરિવારનું રાશનકાર્ડ એપીએલ ૧ છે. સરકારશ્રી દ્રારા લોકડાઉનમાં ત્રણ વખત અનાજ આપવામાં આવ્યું છે. ઘઉં, ચોખા, ખાંડ, નિમક અને ચણા આપવાથી ગરીબ પરિવારને અનાજ મળ્યું છે. સરકારશ્રીની નિશૂલ્ક અનાજ આપવા માટેની આ યોજના ખુબ સારી છે.

લાભાર્થી માલમ પરેશભાઈ ભીમશીએ કહ્યું કે, સરકારે ખરેખર લોકડાઉનના મુશ્કેલ સમયમાં લોકોની ચિંતા કરી છે. ગરીબ લોકો ભુખ્યા ન રહે તે માટે સરકારશ્રી દ્રારા અનાજ આપવામાં આવી રહ્યું છે. ત્યારે મને રાશનકાર્ડ પરથી ત્રણ વખત ઘઉં, ચોખા, ખાંડ, નિમક અને ચણા આપવામાં આવ્યા છે.

ગીર-સોમનાથ જિલ્લાનાં કુલ ૧૩૯૭૦૩ એન.એફ.એસ.એ. અંતર્ગત અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબો અને ૧૪૯૧ નોન એન.એફ.એસ.એ. કાર્ડધારકો મળી કુલ ૧૪૧૧૯૪ રેશન કાર્ડ ધારકોને વાજબી ભાવની દુકાનેથી AAY કુટુંબોને કાર્ડ દીઠ ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખ્ખા, ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ ખાંડ ૧ કિલો ૩ થી વધુ વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ ખાંડ, કાર્ડ દીઠ ૬ વ્યક્તિ સુધી ૧ કિલો મીઠુ ૬ થી વધુ વ્યક્તિ માટે ૨ કિલો મીઠુ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અગ્રતા ધરાવતા PHH કુટુંબો માટે વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખ્ખા, કાર્ડદીઠ ૧ કિલો ખાંડ અને ૧ કિલો મીઠુ વિતરણ કરાશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અંત્યોદય કુટુંબો અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખ્ખા, ૧ કિલો તુવેરદાળ / ચણા વિતરણ કરાશે.

Loading...