Abtak Media Google News

બજાજ ફાઇનાન્સના શેરમાં ૨૦૦૯ થી ૨૦૧૭ દરમીયાન જબરજસ્ત બાઉન્સ જોવા મળ્યો ત્યારે શેઠ દીઠ ભાવ ‚ા ૪.૬૪ હતો જે અત્યારે ‚ા ૧૮૨૬ છે !!!

 

નવી દિલ્હી

એક શેર એવો જેના ભાવમાં ૮ વર્ષમાં ૩૯૨પ૩ ટકાનો  ઉછાળો આવ્યો છે ! તેની માર્કેટ કેપિટલાઇજેશન ‚પિયા ૧ લાખ કરોડે આંબી ગઇ છે. અહીં ઉલ્લેખનીય છે કે તારીખ ૯ માર્ચ ૨૦૦૯ના રોજ બજાજ ફાઇનાન્સનો શેરદીઠ ભાવ ‚પિયા ૪.૬૪ હતો. જે તારીખ ૨૮ ઓગષ્ટ ૨૦૧૭ ના રોજ ‚પિયા ૧૮૨૬ શેર દીઠ ભાવ થયો છે. જે ટકાવારીમાં ગણીએ તો ૩૯૨૫૩ ટકા વધારો કહી શકાય. મતલબ કે ત્યારે રોકાણકારે ૧૦૦૦૦ રોકયા હોય તો અત્યારે તેના ૩૯ લાખ થાય !!!

સ્ટોક માર્કેટમાં બધા સેકટરના ઇન્ડેકસ વઘ્યા હતા પરંતુ આ શેર એવો છે જેના ભાવમાં છેલ્લા ૮ વર્ષમાં અધધ ઉછાળો આવ્યો છે. એક દશકા કરતાં પણ ઓછા સમયમાં ૩૯૨૫૩ ટકાનો ઉછાળો ઐતિહાસિક કહી શકાય.

અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે – બજાજ ફાઇનાન્સે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન આશરે ૧ કરોડ કલાયન્ટને સર્વીસ આપી હતી. જેમાં ટકાવારી જોઇએ તો ક્ધઝયુમર ફાઇનાન્સ ૪૫ ટકા, એસ.એમ.ઇ. ૩૭ ટકા કોમર્શીયલ ૧૩ ટકા તેમજ ‚રલ ક્ધઝયુમરનો હિસ્સો પ ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.