Abtak Media Google News

સોનાના ધરેણા અને રોકડ લઇ ગઠીયો પલાયન

આદિપુર પોલીસ મથકની હદમાં અગાઉ થયેલી લાખોની ચોરીઓમાં પોલીસ હજુ ફીફા ખાંડી રહી છે તેવામાં શહેરના કેશરનગરમાં દરજીકામ કરતા પરીવારના મકાનમાં ચાવી રીપેરીંગના નામે આવેલ એક શખ્સ તીજોરીમાંથી રૂ.૭.૧૫ લાખની ચોરી કરી ગયો હતો. જો કે પોલીસે આ મામલામાં છેતરપીડી અને ઠગાઇની કલમો તળે ગુન્હો નોંઘ્યો હતો પરિવારને રૂપિયા અને દાગીનાની જરુરીયાત હોવાથી તીજોરીનું તાળુ તોડતા મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ આદિપુર પોલીસ મજકની હદમાં ઉપરા-ઉપરી ચોરીના બનાવોથી લોકોની ઊંઘ હરામ થઇ ગઇ છે. ડીસી-પ અને અંતરજાળમાં લાખોનો ચોરીમાં હજુ આરોપીઓ પોલીસ પકડી શકી નથી. અંતરજાળમાં તો અધધ આઠ લાખની ચોરીને એકથી દોઢ માસનો સમય વીતી ગયા છતાં આરોપીઓ પકડાયા નથી. તેવામાં હવે આદિપુરમાં વધુ એક રૂ.૭.૧૫ લાખની ચોરી બહાર આવી છે. આદિપુરના કેશરનગર-ર ખાતે રહેતા ફરીયાદી જેઠાલાલ ગોકળ દરજી (ઉ.વ.પપ પુળ પ્રાગપર, રાપર) ના મકાન નં. ૧૨૦માં ગત તા. ૨-૯ ના સવારે ૧૦ થી બપોરે એક વાગ્યા વચ્ચે આ ચોરી થઇ હતી. ફરીયાદી  ઘરે દરજી કામ કરે છે. તેવામાં તેની કોઇ ચાવી ખરાબ થઇ ગઇ હોવાથી ચાવી રીપેરીંગ માટે આવેલા એક શખ્સ (ભારતનગર) ને ઘરે બોલાવ્યો હતો. આ શખ્સે ફરીયાદીની તીજોરીની ચાવી ખરાબ કરી નાંખી હતી. તેથી બીજા દિવસે તે ઘરે આવીને તીજોરીની ચાવી રીપેરીંગ કરી રહ્યો હતો.

શીતળા સાતમ હોવાથી ફરીયાદીના પત્ની મંદીરે ગયા હતા. જયારે ફરીયાદીને તમાકુ ખાવાની આદત હોવાથી વારંવાર થુંક ફેંકવા બહાર જતા હતા. તો તેના માટે ફરીયાદી ચા બનાવવા રસોડામાં પણ ગયા હતા. ત્યારે વચ્ચે આ શખ્સ તીજોરી ખોલીને દાગીના અને રૂપિયા લઇ લીધા હતા. બપોરે આ શખ્સે તીજોરીની ચાવી નથી બનતી તેના સંબંધીને બોલાવી આવી ચાવી બનાવી દેવાનું  કહ્યું હતું. ત્યાર બાદ આ શખ્સ આવ્યો ન હતો.  ફરીયાદીને તહેવાર હોવાથી રૂપિયા અને દાગીના જરુર પડતા તીજોરી તોડી હતી. અંદર જોતા દાગીના અને રૂપિયા ગાયબ જણાતા ફરીયાદીના પગ નીચેથી જમીન સરકી ગઇહતી. તીજોરીમાંથી સોનાના પાટલા બે નંગ, સોનાનીબંગડી ચાર નંગ સોનાનો પાંચ તોલાનો હાર, સાડાચાર તોલાના મંગલસૂત્ર, સોનાનો એક ચેઇન, બે બુંટી, સોનાના બાજુબંધ, એક વીંટી તથા સોનાની શેર તથા રોકડા રૂ.૨૦ હજાર મળી કુલ રૂ.૭,૧૫,૦૦૦ ની ચોરી કરી હતી. જો કે પોલીસે આ મામલામાં વિશ્વાસઘાત અને ઠાગાઇનો ગુન્હો નોઘ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.