Abtak Media Google News

ટિકિટનું બુકિંગ ૨૦ ઓકટોબરથી શરૂ થશે

પશ્ર્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે રાજકોટથી સિકંદરાબાદની વચ્ચે ત્રિ-સાપ્તિાહિક એકસપ્રેસ વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેન સપ્તાહમાં ત્રણ વખત સોમવાર, બુધવાર અને ગુરૂવારે રાજકોટથી સવારે ૫:૨૫ વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૦:૩૦ વાગ્યે પહોંચશે. આ ટ્રેન ૨૨ ઓકટોબરથી ૩૦ નવેમ્બર સુધી દોડશે. એજ પ્રમાણે પરત ફરતી વખતે સિકંદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન સિકંદરાબાદથી દર સોમવાર, મંગળવાર અને શનિવારે બપોરે ૩:૧૫ વાગ્યે રવાના થઈને બીજા દિવસે સાંજે ૭ વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ૨૦ ઓકટોબરથી ૨૮ નવેમ્બર સુધી દોડશે. ટ્રેન યાત્રા દરમિયાન બન્ને તરફથી વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, ભવાની રોડ, કલ્યાણ, લોનાવાલા, પૂણે, દૌડ, સોલાપુર, કલાબુરણી, વાડી, ચિતાપુર, સેરમ, તાંડૂર તથા બેગમપેટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ વિશેષ ટ્રેનમાં સેક્ધડ એ.સી, થર્ડ એસી, સ્લીપર અને દ્વિતીય શ્રેણીના સીટીંગ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ટ્રેન માટે સંપૂર્ણ બુકિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ છે. આ ટ્રેનનું બુકિંગ નોમિનેટેડ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટથી તા.૨૦ ઓકટોબરથી શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.