Abtak Media Google News

ફિલ્મસ્ટાર સન્ની દેઓલ, નિવૃત મેજર જનરલ જી.ડી.બક્ષી, કર્નલ ગોપાલસિંગ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશ

ગોંડલમાં આવેલ એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ ખાતે શહીદોને શ્રદ્ધાંજલી આપવા ‘આપકે હવાલે વતન સાથીયો’ના નામથી એક ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ભારતભરમાં નિવૃત સૈનિકો માટે કાર્યરત સંસ્થા વેટરન્સ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશનના સહયોગથી દેશમાં રાષ્ટ્રવાદનું નિર્માણ કરવા આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જેમાં ભારતના નિવૃત મેજર જનરલ જી.ડી.બક્ષી કે જેઓની રક્ષા વિશેષજ્ઞ તરીકે દેશભરમાં મોટી પહેચાન છે. બોર્ડર અને ગદર ફિલ્મથી સમગ્ર દેશના નવયુવાનોમાં રાષ્ટ્રભકિતનું સિંચન કરનાર અભિનેતા સન્ની દેઓલ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા ગોંડલ આવી રહ્યા છે.Untitled 1 95

એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજના ચેરમેન ગોપાલભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમના આયોજન પાછળનો ઉદેશ્ય યુવાનોમાં અને નાગરિકોમાં રાષ્ટ્રભકિતની ભાવના પ્રબળ બને અને દેશ સમક્ષ જે પડકારો ઉપસ્થિત થયા છે ત્યારે દેશ માટે પોતાની શકિત મુજબ સહયોગ માટે લોકો આગળ આવે અને દેશની રક્ષા કરી રહેલા સૈનિકોને હરસંભવ મદદ મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના પ્રેરણાસ્ત્રોત આચાર્ય વ્રજકુમારજી મહોદય તથા ગોંડલ સ્વામિનારાયણ મંદિરના આરૂણી ભગત આશિર્વચન આપવા પધારી રહ્યા છે.

તદઉપરાંત વેટરન્સ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.કે.મિશ્રા, નેશનલ સેક્રેટરી કર્નલ ગોપાલસિંગ, નેશનલ વાઈજ પ્રેસિડન્ટ ડો.એમ.બી.ચૌહાણ અને સ્ટેટ પ્રેસિડેન્ટ મનોજ ત્રિપાઠીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી રાજેન્દ્રસિંહ રાયજાદા, જિલ્લા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા, સુદર્શન આશ્રમના માતાજી શુભાત્માનંદ સરસ્વતી, રમેશભાઈ ધડુક, ગોપાલભાઈ શિંગાળા, આર.એસ.ઉપાધ્યાય સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપાલભાઈ ભુવા, પ્રફુલભાઈ ટોળિયા, અશોકભાઈ પીપળીયા, અલ્પેશભાઈ ઢોલરીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, અર્પણાબેન આચાર્ય, રીનાબેન ભોજાણી, હાર્દિકભાઈ ભુવા, દિપાલીબેન વિરડીયા, હિરેનભાઈ ભાલોડીયા અને સુનીલભાઈ બરોચિયા જહેમત ઉઠાવી રહ્યા છે. શનિવાર તા.૨૩ના રોજ સવારે ૯ કલાકે દેશભકિતના કાર્યક્રમમાં તમામ દેશપ્રેમી નાગરિકોને ઉપસ્થિત રહેવા આયોજક ગોપાલભાઈ ભુવા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.