Abtak Media Google News

આગામી દિવસોમાં નવા વર્ષની ઉજવણી થનાર હોય જે પર્વ તમામ વ્યક્તિઑ શાંતિ અને સલામતીથી ખુશી ખુશી ઉજવી શકે તે હેતુથી રેન્જના જિલ્લાઑમાં આ નીચે મુજબ મુદ્દાઑનું આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે.31મી ડિસેમ્બર અનુસંધાને રેન્જના જિલ્લાઑમાં કરવામાં આવેલ અગત્યની સૂચના

રેન્જના તમામ પોલીસ અધિક્ષકોને પોતાના જિલ્લા માં ભૂતકાળમાં 31 ડિસેમ્બર યોજાયેલ પાર્ટીની યાદી બનાવવા તેમજ પોતાના વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસની પણ યાદી આયોજક/ માલિકના નામ સરનામા તથા કોન્ટેકનંબરો સાથેની યાદી બનાવવા સૂચના કરેલ છે. ઉપરયુક્ત તમામ આયોજકો તેમજ ફાર્મહાઉસના માલિકોનો રૂબરૂ સંપર્ક કરી ચાલુ વર્ષપોતાના દ્વારા પાર્ટી યોજવામાં આવનાર છે કે કેમ ? તે અંગેની માહિતી મેળવશે અને જો પાર્ટી યોજાનાર હોય તો તે પાર્ટી કોના માટે છે એટલે કે ફેમેલી પાર્ટી છે કે ફ્રેંડ્સ પાર્ટી કે પછી જાહેર જનતા માટે ની પાર્ટી છે તે બાબતેની માહિતી મેળવી અલગ અલગ રીતે મોનિટરિંગ કરવા સૂચના કરેલ છે.

આગામી 31મી ડિસેમ્બર પહેલા રેન્જના તમામ લિસ્ટેડ પ્રોહિબીશનના બુટલેગરોને ચેક કરી તેમના વિરુદ્ધ અસરકારક કાયદેયરની કાર્યવાહી સૂચના કરેલ છે.આગામી 31મી ડિસેમ્બરે રેન્જના તમામ જિલ્લાઓમાં સાંજના4થી સવારના 4 વાગ્યા સુધી નાકાબંધી કરી સઘન વાહન ચેકિંગ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા સૂચના કરેલ છે

આગામી 31 ડિસેમ્બરના રોજ જિલ્લાના કંટ્રોલ રૂમમાં લખવામાં આવતી તમામ ફરિયાદોને સલગ્ન વિસ્તારના અધિકારીઑને જાણ કરી ત્વરિત નિકાલ કરવા તમને સૂચના કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.