Abtak Media Google News

૧૫ મિનિટ સુધી લાઈટ ગુલ રહી, સમયસર જનરેટર ન ઉપડતા દર્દીઓનાં શ્વાસ અધ્ધર થયા

સૌરાષ્ટ્રની સૌથી અધતન સિવિલ હોસ્પિટલ સ્થિત પી.એમ. એસ.એસ. વાય બિલ્ડીંગ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફલોરમાં ઈલેકટ્રીક વિભાગના રૂમમાં ધડાકો થયા બાદ શોટસર્કિટથી આગ લાગતા ડોકટરો નર્સીંગ સ્ટાફમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે એન્જીનીયરની ટીમે ૨૦ મીનીટ બાદ ફરી વિજપ્રવાહ શરૂ કરી દેતા દર્દીઓ ડોકટરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

કોવિડ હોસ્પિટલના ઈલેકટ્રીક વિભાગમાં આકસ્મિક રીતે શોટસર્કીટ થયા બાદ ધડાકા સાથે આગ લાગી જતા વિજ પ્રવાહ ખોરવાયો હતો. વેન્ટીલેટર, ઓકસિજન પર રહેલા દર્દીઓનાં ૧૫ મીનીટ સુધી શ્વાસ અધર ચડી ગયા હતા તેજ સમયે ત્રણ જનરેટરમાંથી મુખ્ય જનરેટર પણ શરૂ નહીં થતા એન્જીનીયરની ટીમને ટેલીફોનીક જાણ કરી દોડાવામાં આવી હતી. કોઈ દુર્ઘટના કોઈ મોટુ સ્વરૂપ લે તે પહેલા અગ્નિશામકથી સ્પ્રે કરી આગને બુઝાવી નાખી હતી. બળી ગયેલા વિજ વાયરને દૂર કરી ૧૫ મીનીટમાં જ વિજપ્રવાહ શરૂ કરી દેવામાં આવતા કોરોનાના દર્દીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

એક જ મહિનામાં ત્રણ વખત શોટસર્કીટના બનાવો બન્યા હતા. આજરોજ ફરી ધડાકા સાથે લાઈટ ગુલ થઈ જતા દર્દીઓ ડોકટરોમાં ફફડાટ ફેલાયો હતો. ઈલેકટ્રીક વિભાગના પેનલમાં ઓવરલોડ વિજ પ્રવાહના કારણે શોર્ટ સર્કીટ થયાનું ફાયર વિભાગની અને ઈલેકટ્રીક વિભાગની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.