Abtak Media Google News

સીયાચીન, લડાખ, ડોકલામ જેવા દુર્ગમ સ્થાનો પર વિષમ પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા સૈનિકોને ભારે ઠંડીની રક્ષણ આપતા કપડા કે યોગ્ય ખોરાક ન મળ્યો હોવાનો સીએજીનાં રીપોર્ટમાં ધડાકો

વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતની સુરક્ષામાટે ભારતીય સેના દુર્ગમ સ્થાનો પર હંમેશા ખડેપગે તૈનાત રહે છે. ખાસ કરીને દેશના પરંપરાગત દૂશ્મનો એવા પાકિસ્તાન અને ચીન ભારતીય સરહદોમાં ઘુસણખોરી ન કરે તે માટે હિમાલયમાં આવેલા અતિ દુર્ગંમ અને અતિ ઠંડા પ્રદેશો કે જયાં અમુક સમયે તાપમાન માઈનસ ૫૦ ડીગ્રીની આસપાસ પહોચી જાય છે તેવા સિયાચીન, લખાડમાં પણ ભારતીય જવાનો સદાય ખડેપગે ફરજ બજાવે છે સિયાચીન, લડાખ જેવા સ્થાનો પર ફરજ બજાવતા જવાનોને હંમેશા વિવિધ બિમારીઓનો ભોગ બનવાથી માંડીને મોતની સામે ઝઝુમવુ પડતુ હોય છે. અતિ વિષમ પરિસ્થિતિઓમા દેશની સુરક્ષા કરનારા સૈનિકોની નસુરક્ષાથમાં જ અનેક છીંડા હોવાનું તાજેતરમાં સીએજીના રીપોર્ટમાં બહાર આવવા પામ્યું છે.

7537D2F3 2

સિયાચીન, લદ્દાખ અને ડોકલામ જેવા હિમાલયના અતિ ઉંચા ક્ષેત્રોમાં નૈતાન સૈનિકોને જરૂરીયાત મુજબ કેલરી મળી રહી નહોતી. આ ઉપરાંત કપરા હવામાનનો સામનો કરવા માટે જે ખાસ કપડાની જરૂર હોય છે તેની ખરીદીમાં પણ ચાર વર્ષ જેટલો વિલંબ થયો હતો. વધુમાં જુના સ્પેસિફિકેશનના કપડા અને ઉપકરણ મળવાના કારણે સૈનિકો સારા કપડા અને ઉપકરણોથી વંચિત રહ્યા હતા આ ગંભીર વિગત સોમવારે સંસદમાં રજૂ થયેલા સીએજીનાં રિપોર્ટમાં સામે આવી હતી. સીએજીનો આ રીપોર્ટ વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૭-૧૮ વચ્ચેનો હોવાનો ખૂલાશો થયો છે.

સીએજીના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વધુ ઉંચાઈ ધરાવતા વિસ્તારમાં સૈનિકો માટે રાશનની ગુણવતા દરરોજની કેલરીની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નકકી કરવામાં આવે છે. જો કે મૂળ વસ્તુઓને બદલે વૈકલ્પીક વસ્તુઓ ઘણી જગ્યાએ મંજૂર થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે, સેનાના ઈસ્ટર્ન કમાન્ડે ઓપન ટેન્ડર સિસ્ટમથી કોન્ટ્રાકટ આપ્યો છે. પણ ર્નોદન કમાન્ડે લિમિટેડ ટેન્ડરિંગ મારફતે ખરીદી કરી હોવાથી નિષ્પક્ષહરિફાઈ પ્રભાવિત થઈ હતી. સીએજીના રીપોર્ટ અનુસાર ઉંચાઈ ધરાવતા વિસ્તારમાં તૈનાત સૈનિકોને ક્ષેત્રની જરૂરીયાતના હિસાબે કપડા ખરીદવા માટે મંત્રાલયે ૨૦૦૭માં એમ્પાવર્ડ કમિટિ બનાવી હતી. જેથી ખરીદીમાં ઝડપ આવી શકે. જો કે કમિટિ બનવા છતા પણ ચાર વર્ષનો વિલંબ થયો હતો.

રક્ષા મંત્રાલય હેઠળ આવતી ફેકટરીમાંથી પણ સામાન મળવામાં વિલંબ થયો હતો. આવી જ પરિસ્થિતિ કોન્ટ્રાકટમાં થઈ હતી. જેના કારણે સૈનિકોને જરૂરી કપડા અને ઉપકરણની તંગીનો સામનો કરવો પડયો હતો. ફેસ માસ્ક,જેકેટ અને સ્લીપીંગ બેગ પણ જૂની ગુણવત્તાના મળ્યા હોવાથી સૈનિકો સારી વસ્તુઓનાં ઉપયોગથી વંચિત રહ્યા હતા. ખરીદી પ્રક્રિયાઓમાં વિલંબના કારણે સૈનિકોનાં સ્વાસ્થ્ય પ્રભાવિત થયા હતા. રિપોર્ટમાં એમ પણ કહેવામા આવ્યું છે કે ડિફેન્સ લેબમા રિસર્ચ અને ડેવલોપમેન્ટની કમી અને સ્વદેશીકરણમાં વિફળતાના કારણે આયાત ઉપર નિર્ભરતા વધુ રહી હતી. વધુમાં સૈનિકોના આવાસ માટે પણ યોગ્ય પ્રક્રિયા પસંદ ન થતા રૂા.૨૭૪ કરોડનો ખર્ચ થવા છતા પણ પ્રોજેકટ સફળ રહ્યો નહોતો. તેમ આ રીપોર્ટમાં જણાવાયું છે.

એક તરફ અપણા સુરક્ષાજવાનો ભૂતકાળમાં મુશ્કેલીમાં ફરજ બજાવતા હોવાનું ખૂલવા પામ્યું છે. જયારે બીજી તરફ સૈનિકોને મદદરૂપ થાય તેવી ટેકનોલોજી હવે ભારતે વિકસાવી છે. પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન તરફથી હંમેશા સૈન્ય હુમલાનો ભય રહે છે. અત્યાર સુધી દુશ્મનોની ઉશ્કેરણીનો જ યોગ્ય જવાબ આપવામાં માનતા ભારતે હવે આક્રમક નીતિ અપનાવી છે. જેના ભાગરૂપે આતંકવાદી ગતિવિધિઓને ડામવાસરહદ પાર જઈને સર્જીકલ સ્ટ્રાઈક કરવા સુધીની આક્રમક નીતિ ભારતીય સૈનાએ ઈતિંહાસમાં પ્રથમ વખત દેખાડી છે. સરહદ પારના આવા ઓપરેશનોમાં મદદરૂપ થાય તેવી ઈસરોની ટેકનોલોજીને ભારત ઈલેકટ્રોનિકસ લિમિટેડ સૈનિકો માટે વિકસાવી છે.

ઈસરોએ ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમના ભાગરૂપે તેના કર્મચારીઓના ટ્રેકીંગ માટેની ટેકનીક વિકસાવી છે.જેને ભારત ઈલેકટ્રોનિકસ લીમીટેડ સંરક્ષણ પીએસયુમાં સ્થાનાંતરીત કરીને વિકસાવી છે. આ ટેકનોલોજી નિયમિત ચિપસેટ અથવા અન્ય રીસીવરોનાં ભાગ નથી પરંતુ પ્રતિબંધિતસેવાના ભાગરૂપ બનાવવામાં આવી છે. આ ટેકનોલોજીથી તેના અધિકૃતા વપરાશકર્તાઓ માટે એન્ટી સ્પુકીંગ ટેકનીક સાથે સ્થાન સંશોધક સેવા પુરી પાડશે તેમાં અધિકૃત કરેલા સિવાય કોઈ પણ ટ્રેક કરી શકશે નહી કે ટ્રાન્સમિશન કરી શકશે નહી. આ ટેકનોલોજી પર ઈસરોએ ૧૮ મહિના સુધી સંશોધન કરીને કાર્યરત કરી છે. આ ટેકનોલોજી સંપૂર્ણ સ્વદેશી હોય તેના ડેટા બીજા દેશો પાસે ન હોવાના કારણે માહિતી લીક થવાની સંભાવના નહિવત હોવાનો દાવો ઈસરોએ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.