Abtak Media Google News

વાંકાનેર પંથકમાં સગીરાની આબરૂ લેવાના ઈરાદે એક શખ્સે  તેણી પર નિર્લજ્જ હુમલો કરી બાવડું પકડીને છેડતી કરી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે તો સામાપક્ષે પ્રેમ સંબધનો વહેમ રાખી ૭ શખ્સોએ યુવાનને મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે તો વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર પંથકમાં રહેતી સગીરા પર આરોપી રસિક સોમાભાઈ કોળીએ આબરૂ લેવાના ઈરાદે નિર્લજ્જ હુમલો કરી સગીરાનું બાવડું પકડી તેની છેડતી કરી હોવાની ફરિયાદ સગીરાની બહેને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

તો સામાપક્ષે લીનેશ સોમાભાઈ કોળીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી હકાભાઇ પોલાભાઈ ભરવાડ, વજાભાઇ પોલાભાઈ ભરવાડ, ગોવિંદભાઈ પોલાભાઈ ભરવાડ, નવધણભાઈ પોલાભાઈ ભરવાડ, બુટાભાઈ ગોવિંદભાઈ ભરવાડ, રણછોડભાઈ ગોવિંદભાઈ ભરવાડ અને ભાવેશ સીન્ધાભાઈ ભરવાડએ એક સંપ કરી ગંજીયાવદર ગામની સીમમાં વાડીમાં ગેરકાયદેસર પ્રેવશ કરી ફરિયાદી લીનેશના ભાઈ રસિકને છોકરી સાથે પ્રેમ હોય તેવો વહેમ રાખી ફરિયાદી લીનેશને બંને પગમાં લાકડી વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.