Abtak Media Google News

જોડિયા તાલુકાના બાલાચડી ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ સ્થાને જોડિયા મામલતદાર પી. કે. સરપદડીયા, જે. વી. રાજગોરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. એમ. જી. ચૌહાણ, દવે ભાઈ, રામાવત ભાઈ, જાડેજા, આર.ડી. કાલાવડીયા વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત કચેરી જોડિયા. કે.એ. નંદાસણ આ વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત કચેરી જોડિયા. મનીષ ભાઈ સોરઠીયા વિસ્તરણ અધિકારી સહકાર, તેમાં ગ્રામ પંચાયત મંત્રીઓ તાલુકા પંચાયતનો સ્ટાફ મામલતદાર કચેરીનો સ્ટાફ, અન્ય કચેરીઓના વિવિધ અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જોડીયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ધરમશીભાઈ ચનીયારા જામનગર જિલ્લા પંચાયતના આઇસીડીએસના ચેરમેન સર્ફરાજભાઈ ખ્યાર, તાલુકા પંચાયતના પ્રમુખ છત્રોલા, ઊપપ્રમુખ બીજલભાઇ ખીમણિયા, કારોબારી સમિતિના ચેરમેન પણ હાજર રહ્યા હતા.

7537D2F3 1

આ પ્રસંગે મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર આપના આંગણામાં આવીને સરકારની વિવિધ યોજનાઓમાં જેમ લોક ભાગીદારી વધે અને અનેક યોજનાઓના પ્રતિ કુટુંબો અને વ્યક્તિઓને લાભ મળે તે માટે આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આવતા તમામ ગામો એ આજરોજના સેવા સેતુ કાર્યક્રમ થકી જ‚રિયાત મુજબના તમામ લાભો મળે તે માટેના કાર્યવાહી કરવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.