Abtak Media Google News

ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમત સાથે સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતમાં ૨૬માંથી ૨૬ લોકસભાની બેઠકો જીતવા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે અને તમામ સંગઠનાત્મક પાસાઓની વિશેષ છણાવટ કરવામાં આવી છે. તેમ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

તેઓએ ઉમેર્યું હતું કે, સમયાંતરે ચિંતન બેઠક યોજવી એ ભાજપાની વ્યવસ અને પરંપરા રહી છે. કોંગ્રેસ અપપ્રચારો કરી જુઠ્ઠાણાં ફેલાવી ધર્મસંપ્રદાયના નામે માત્રને માત્ર સત્તાની લાલસા માટે વર્ગ-વિગ્રહ ફેલાવે છે.

તેને ખાળવાનું કામ ભાજપા કરી રહી છે. દેશ અને ગુજરાતની પ્રજા કોંગ્રેસના કાળા કરતૂતોને બરાબર ઓળખી ગઈ છે. ગુજરાતમાં સતત છઠ્ઠી વખત જનતા જનાર્દને આશીર્વાદ આપીને ભાજપાને સેવા કરવાનો મોકો આપ્યો છે. સામાજીક સમરસતાએ ભાજપાની પ્રામિકતા છે. કોંગ્રેસ પોષિત વિરોધી તત્વો સામુહિક રીતે જ્ઞાતિ જાતિ વચ્ચે વેર-ઝેર ફેલાવી જ્ઞાતિઓને છેતરવા નિકળ્યા છે. સામાજીક સમરસતાનો માહોલ રાજ્યમાં ન બગડે તેની કાળજી ભાજપા રાખી રહી છે.

ચિંતન શિબિર અંતર્ગત અલગ-અલગ સત્રોમાં સાંપ્રત, ભૌગોલિક, સામાજીક પરિસ્થિતિઓનું અવલોકન કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી ગરીબલક્ષી યોજનાઓ તળ-ધરતી સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો થકી પહોંચાડી શકાય તે અંગેનું આંકલન અને સંકલન કરવામાં આવ્યું હતું.

પ્રજા કલ્યાણના વિવિધ કાર્યક્રમો લઈને સતત પ્રજાની વચ્ચે જવું એ ભાજપાનો સ્વભાવ રહ્યો છે. માત્રને માત્ર ચૂંટણીઓ સમયે પ્રજાની વચ્ચે જઈને સમાજમાં ભાગલા પાડવા એ  કોંગ્રેસની નીતિ-રીતિ રહી છે. ભાજપા લાંબા ગાળાના આયોજનો પ્રજા કલ્યાણ માટે કરે છે. ચિંતન શિબિર દરમ્યાન થયેલી ચર્ચાઓના મંનમાંથી અમૃત કાઢી ભાજપા જનતા પાસે જશે અને પુન: એક વખત ફરીથી ગુજરાતમાં ૨૬માંથી ૨૬ લોકસભાની બેઠકો જીતાડીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશનું સુકાન સોંપવાની અપીલ પ્રજાને કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.