Abtak Media Google News

ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનું અધ્યક્ષસ્થાન

ખંભાળીયા નગરપાલિકા કચેરી ખાતે તા.૪નાં રોજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરીનાં અધ્યક્ષ સ્થાને તેમજ પ્રાદેશિક કમિશનર, રાજકોટનાં કમિશનર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં ખંભાળીયા, સલાયા, સિકકા તથા ભાણવડ નગરપાલિકાઓની પીવાના પાણીની પરિસ્થિતિ અંગેની એક સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.

આ મીટીંગમાં ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રાદેશીક કમિશનર ગૌરાંગ મકવાણા, વર્ગ-૧નાં ચીફ ઓફિસર ટી.એન.શાસ્ત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપનાં પ્રમુખ કાળુભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુકલ, ઉપપ્રમુખ પી.એમ.પતાણી (ગઢવી), કારોબારી ચેરમેન દીપેશભાઈ ગોકાણી, શાસક પક્ષનાં નેતા હંસાબા ભીખુભા જેઠવા તેમજ ભાણવડ નગરપાલિકાનાં પ્રમુખ જયોત્સનાબેન એચ.સાગઠિયા, સલાયા નગરપાલિકાનાં ઉપપ્રમુખ નજીરભાઈ હારૂનભાઈ ભાયા તથા ખંભાળીયા નગરપાલિકાના ચીફ ઓફિસર અશ્વિન કે.ગઢવી, વો.વ.ઈજનેર મુકેશભાઈ એલ.જાની, બાંધકામ ઈજનેર એન.આર.નંદાણીયા તેમજ ભાણવડ, સિકકા તથા સલાયા નગરપાલિકાનાં અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા.

ધનસુખભાઈ ભંડેરી દ્વારા દરેક નગરપાલિકાઓની હાલની પીવાના પાણીની પરિસ્થિતિની જાણકારી મેળવવામાં આવેલ હતી.જે અન્વયે ખંભાળીયા નગરપાલિકાને હાલ પીવાનું પાણી પુરુ પાડતો ઘી ડેમ સંપૂર્ણ ખાલી હોય હાલ નર્મદાની પાઈપલાઈન મારફત હાલ દરરોજનું સરેરાશ ૩ થી ૪ એમ.એલ.ડી. પાણી પુરુ પાડવામાં આવે છે. જેની સામે ખંભાળીયા શહેરની દૈનિક ૭ એમ.એલ.ડીની જ‚રીયાત હોય આ બાબતે તેઓ દ્વારા આ ઘટતું પાણી પુરુ પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.