Abtak Media Google News

ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા

વહીવટી અને કાયદાકીય જ્ઞાનની એક બીજા સાથે આપ-લે થાય તે માટે ઝોનવાઇઝ રીવ્યુ બેઠક યોજાઇ રહી છે: ધનસુખ ભંડેરી

ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપ સરકાર દ્વારા સર્વાગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અને દેશના મહાનગરો મેગાસીટી  અને સ્માર્ટસીટી બની રહ્યા છે ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયની ૧૬૨ નગરપાલિકાઓમાં રીવ્યુ બેઠકનો પ્રારંભ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીની અઘ્યક્ષતામાં કરવામાં આવેલ છે.

આ અંતર્ગત વડોદરા ઝોનની ર૬ નગરપાલિકાઓ માટે કરજણ ખાતે રીવ્યુ બેઠકનો પ્રારંભ કરવામાં આવેલ, જેમાં વડોદરા ઝોનની પંચમહાલ જીલ્લાની ગોધરા નગરપાલિકા, હાલોલ નગરપાલિકા, કાલોલ નગરપાલિકા, શહેરો નગરપાલિકા, મહીસાગર જીલ્લાની બાલાસિનોર નગરપાલિકા, લુણાવાડા નગરપાલિકા, સંતરામપુર નગરપાલિકા, દાહોદ જીલ્લાની દાહોદ નગરપાલિકા, ઝાલોદ નગરપાલિકા, દેવગઢબારીયા નગરપાલિકા, વડોદરા જીલ્લાની ડભોઇ નગરપાલિકા, પાદરા નગરપાલિકા, કરજણ નગરપાલિકા, સાવલી નગરપાલિકા, આનંદ જીલ્લાની આણંદ નગરપાલિકા, ખંભાત નગરપાલિકા, બોરસદ નગરપાલિકા, પેટલાદ નગરપાલિકા, ઉમરેઠ નગરપાલિકા, વલ્લભ વિઘાનગર નગરપાલિકા, કરમસદ નગરપાલિકા, આંકલાવ નગરપાલિકા, ઓડ નગરપાલિકા, બોરીયાવી નગરપાલિકા, સોજીત્રા નગરપાલિકા, છોટાઉદેપુર જીલ્લાની છોટા ઉદેપુર નગરપાલિકાની રીવ્યુ બેઠક યોજાઇ હતી. આ રીવ્યુ બેઠકમાં ગુજરાત મયુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, સીઇઓ પટ્ટણી તેમજ એડી. કલેકટર વી.એન. શાહ, અધિકારીઓ હર્ષિત ગોસાવી અને કેતન વનાણી સહીતનાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ રીવ્યુ બેઠકમા: નગરપાલિકાને ફાળવવામાં આવેલ ગ્રાન્ટ જેમાં મુખ્યમંત્રી સ્વર્ણીય જયઁતિ શહેરી વિકાસ યોજના, આગવી ઓળખના કામો, ૧૪મી નાણા પંચની ગ્રાન્ટ, ભૂગભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ, પીવાના પાણીની યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સુરક્ષા યોજના સહીતની પ્રાથમીક સુવિધાઓ માળખાકીયા સુવિધાઓ અને આંતર માળખાકીય સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ હાથ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.