Abtak Media Google News

ફકત ૧૦૦ દિવસોમાં રહેઠાણ સુવિધા બિલ્ડીંગ તૈયાર કરવાનો બીઆરજી ગ્રુપનો રેકોર્ડ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની વીરગાથાના પ્રતિક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે બીઆરજી બજેટ સ્ટે સંકુલને મુખયમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લુ મુકતા જણાવ્યું હતું કે માત્ર ૧૦૦ દિવસોમાં જુના સરકારી કવાટર્સને તોડીને પ્રવાસીઓ માટે વ્યાજબી દરની સુવિધાઓ સાથેની બીઆરજી બજેટ સ્ટે દ્વારા જે સુવિધાઓ વિકસાવવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે. વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલમાં આ સ્થળે દૈનિક રૂપીયા ૪૭૫ ના દરે નિવાસની સુવિધા આપતા ૪૦ રુમો આજથી જાહેર જનતા માટે શરુ કરવામાં આવ્યા છે. તેમજ પર્યટકો માટે ભોજન ગૃહમાં વિવિધ પ્રકારની વાનગી પરિસવામાં આવશે.

એફકેઝેડ 1

આ પ્રસંગે વાતચીતમાં બીઆરજી ગ્રુપના સ્થાપક ચેરમેન બકુલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે શાળા-કોલેજના વિઘાર્થીઓને નજીવા પોસાય તેવા દરોએ ૪૦૦ થી વધુ મુલાકાતીઓ રહે શકે તેમજ ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુને સાકાર કરવા માટે બીઆરજી બજેટ સ્ટેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીઆરજી બજેટ સ્ટેમાં માત્ર રૂ ૪૭૦/- પ્રતિ વ્યકિત પ્રતિ રાત્રીના દરે મુલાકાતીઓ રોકાણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાતને આનંદ સાથે માણી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.