ઓટોમોબાઈલ સેકટર માટે આવ્યું એક આશાનું કિરણ

લોકડાઉનમાં છૂટછાટ મળતા ‘હીરો’ના ઠપ થઈ ગયેલા ત્રણ મુખ્ય ઉત્પાદન કેન્દ્રો પણ ધમધમ્યા

છેલ્લા થોડા વર્ષોથી દેશના મંદ પડેલા અર્થતંત્રની સૌથી વધારે અસર ઓટોમોબાઈલ સેકટરમાં જોવા મળતી હતી તેમાં પણ કોરોનાને રોકવા કેન્દ્ર સરકારે જાહેર કરેલા દેશવ્યાપી લોકડાઉનથી ઓટો મોબાઈલ કંપનીઓનાં ઉત્પાદન કેન્દ્રો અને શો રૂમો બંધ થઈ જતા આ સેકટરને પડયા પર પાટું જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી.

દેશનાં અર્થતંત્રને ફરીથી ધબકતું કરવા તાજેતરમાં અમલી બનેલા લોકડાઉન ૩માં ઔદ્યોગીક એકમોને ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જેને લઈને ઓટોમોબાઈલ સેકટરનાં ઉત્પાદન કેન્દ્રો પણ ધમધમી ઉઠ્યા છે. લોકડાઉન બાદ દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની હીરો મોટર્સે બોણીમાં ૧૦ હજાર વાહનો વેચ્યા છે. જેથી છેલ્લા થોડા સમયથી મંદીનો સામનો કરી રહેલા ઓટોમોબાઈલ સેકટર માટે આશાનું કિરણ જાગ્યું છે.

કોરોના લોકડાઉનને લઈને બંધ રહેલા વ્યાપાર ઉદ્યોગ ધીમીગતિએ શરૂથતાની સાથે હિરો કંપનીને બોણીમાંજ તેજીનો ધંધો હાથ લાગ્યા છે. ગત ૭ મેથી શરૂ થયેલા વેચાણમાં કંપનીએ ૧૦ હજાર દ્વિચક્રી વાહનોનું વેચાણ કર્યું છે. કંપનીએ ૧૫૨૦૦ જેટલા વેચાણ કેન્દ્રો ડિલર અને સર્વીસ સેન્ટર ઉપર વ્યાપાર શરૂ કર્યો છે. હીરો કંપની ટુ વ્હીલરના કુલ વેચાણમાં ૩૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. તેમ કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતુ.

કોવિડ ૧૯ કટોકટીના પગલે વૈશ્ર્વિક ધોરણે હિરો મોટોકોપના તમામ ઉત્પાદન કેન્દ્રો ૨૨માર્ચથી બંધ કરી દેવામાં આવ્યા હતા. કંપનીએ તમામ ડિલરોને કામ શરૂ કરવાનો નિર્દેશ કરીને ચોથી મેએ દેશના ત્રણ મુખ્ય ઉત્પાદન કેન્દ્રોમાં ગુડગાંવ, હરિયાણાઅને ઉતરાખંડનાં હરિદ્વારમાં ઉત્પાદન એકમો શરૂ કરવા જણાવ્યું હતુ.

હિરો મોટો કોપ્સે ડિલરોને વેચાણ શરૂ કરવાનાં નિર્દેશની સાથષ સાથે તાલીમ કાર્યક્રમો માટે પણ ૭૦૦ જેટલા વેચાણ કેન્દ્રો અને ૭૦૦૦ જેટલા ગ્રાહક સેવા કેન્દ્રો સાથે સંકલન કરીલીધું છે.

વિશ્ર્વભરમાં ચાલી રહેલી કોરોના મહામારીને પગલે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વ્યાપાર વ્યવહાર અને મૂડી બજારનું કામકાજ ઠપ્પ થઈ જવા પામ્યું હતુ જાન હે તો જહાન હેના અભિગમ સાથે ભારતે ૧૩૦ કરોડની વસ્તીના હિતમાં ૨૨ માર્ચથી જનતા કફર્યું અને તબકકાવાર લોકડાઉનનો અમલ શરૂ કરાવી દીધો હતો.તેની સામે અમેરિકા, ઈટાલી સહિતના કેટલાક દેશોએ ધંધા રોજગારને પ્રાધાન્ય આપી સોશ્યલ ડીસટન્સ અને લોકડાઉનની જરૂરીયાત માટે આંખ આડા કાન કર્યા હતા. તેના પરિણામે અમેરિકા અને આખું ઈટલી મોતનું ખપ્પર બની ગયું હતુ ભારતની આ સમય સૂચકતાએ દૂનિયાએ સરાહના કરી હતી હવે ધીરેધીરે ભારત પણ વ્યાપાર ઉદ્યોગ ખોલવા લાગ્યું છે.

Loading...