Abtak Media Google News

છ ઈસમોને રોકડા રૂ.૩૦,૭૫૦ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે જાહેરમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી લોકલ ક્રાઈમ બ્રાંચ સુરેન્દ્રનગરે છ ઈસમોને રોકડા રૂ.૩૦,૭૫૦ સહિત કુલ ૨,૫૭,૭૫૦ના મુદામાલ સાથે પકડી પાડયા છે. પ્રાપ્ત વિગત મુજબ એલસીબી ટીમ દ્વારા ખાનગી બાતમી આધારે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે આવેલ હસુભાઈ ત્રિકમભાઈ પટેલના ખેતરમાં બાવળ નીચે જાહેરમાં ગંજીપાના વતી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ ભરતભાઈ કાળાભાઈ સરૈયા જાતે. ભરવાડ રહે.

સોલડી જુનાગામ તા. ધ્રાંગધ્રા, મુનાભાઈ ઉર્ફે મુન્નો ભાલુભાઈ મેવાડા જાતે. ભરવાડ રહે. સોલડી જુનાગામ, તા. ધ્રાંગધ્રા, મફાભાઈ રૈયાભાઈ ગમારા જાતે. ભરવાડ રહે. ચૂલી ભરવાડ વાસ તા. ધ્રાગધ્રા, બળદેવભાઈ કરશનભાઈ પ્રજાપતી રહે. નવા કુડા તા. ધ્રાગધ્રા રણછોડભાઈ રામસીંગભાઈ મકવાણા જાતે કોળી રહે. ચૂલી તા. ધ્રાગધ્રા તથા લાભુભાઈ કાળુભાઈ બામણીયા જાતે. કોળી રહે. ચુલી તા. ધ્રાગધ્રા વાળાઓ ભેગા મળી જાહેરમાં ગે.કા. તીનપતીનો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડા રૂ. ૩૦૭૫૦ તથા મોબાઈલ ફોન નંગ ૭ કિ. રૂ.૧૭૦૦૦ તથા મો.સા. નંગ. ૨ કિ. રૂ. ૬૦૦૦૦ તથા અલ્ટ્રો કાર ૧ કિ. રૂ.૧,૫૦,૦૦૦ તથા ગંજીપાના મળી કુલ રૂ.૨,૫૭,૭૫૦ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન તમામ આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે.માં જુગારધારા કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

રેડીંગ પાર્ટીમાં એલસીબી ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સ્પેકટર ડી.એમ. ઢોલ, એએસઆઈ નરેન્દ્રસિંહ દિલાવરસિંહ, પો.હેડ. કોન્સ. હિતેષભાઈ જેસીંગભાઈ પો.કોન્સ. કુલદીપસિંહ હરપાલસિંહ, દિલીપભાઈ ભુપતભાઈ, સંજયભાઈ પ્રવિણભાઈ અનિ‚ધ્ધસિંહ અભેસંગભાઈ જયેન્દ્રસિંહ જેઠીભા કલ્પેશભાઈ જેરામભાઈએ જુગારધારા હેઠળનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.