Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જીલ્લા રમત ગમત અધિકારી તથા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત તથા ગુજરાત મેરીટાઇમ બોર્ડ તથા મત્સ્યોઘોગ વિભાગની રાહબરી નીચે ૩૯મી સમુદ્ર મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા ૨૦૧૮ નું આયોજન તા. ૧પ ફેબ્રુઆરીના રોજ ઓખાની દામજી જેટીથી દ્વારકા સુધી કરાયું છે.

આ હોડી સ્પર્ધાનો ઉદ્દેશ સાગરકાંઠા વિસ્તારમાં વસતા સાગરખેડુ તરીકે ઓળખાતા ફીશીગ બીઝનેસ સાથે જોડાયેલ સાહસિક યુવાનોને પ્રોત્સાહન આપવાનો હોય આગામી તા.૧પમી ફેબ્રુઆરીએ ઓખા બેટ દ્વારકાના દરીયામાં આ સ્પર્ધા યોજાશે. જે અંતર્ગત હલેસા વગરની માત્ર સઢવાળી હોડીઓ વચ્ચે પવનની દિશા મુજબ હોડી હંકારી ઓખા બંદરે રેસ શરુ કરી બેટ ટાપુને ફરતે ચકકર લગાવી આશરે ૪૦ કી.મી.

નો દરીયો ખેડી પરત ઓખા બંદરે ફરવાનું રહેશે. એક હોડીમાં ફકત ત્રણ ખલાસીઓ એ રીતે સઢવાળી હોડીઓના ખલાસીઓનું મેડીકલ ચેકઅપ પણ સ્પર્ધા પહેલા કરવામાં આવશે.

આ કાર્યક્રમ અંગે સમગ્ર ઓખા બંદરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવામળી રહ્યો છે જીલ્લા કલેકટર, કમીશ્નર સહીત અગ્રણીઓને ફીશરમેન એસો. દ્વારા આમંત્રણ પાઠવવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.