Abtak Media Google News

સોપારીના પૈસા ન આપ્યાની ફરિયાદ બાદ સામે બીજા વેપારીએ પૈસા આપ્યા પણ માલના આપ્યાની સામી ફરિયાદ નોંધાવી: કુલ ૬ શખ્સો સામે નોંધાયો ગુનો

જૂનાગઢમાં સોપારીના વેચાણ બાબતે બે વેપારીઓ વચ્ચે અણ બનાવ બનતા બંને વેપારી ઓ દ્વારા પોલીસમાં સામસામે ફરીયાદ નોંધાવા પામી છે, અને પોલીસે બંને પક્ષના છ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના ખામધ્રોલ રોડ, સુદર્શન પાર્કમાં રહેતા ભાવેશભાઇ ગીરીશભાઇ રાઠોડને ખામધ્રોળ વિસ્તારમાં રહેતા અરમાન ઈબ્રાહીમભાઈ સીડા, મેમુદાબેન ઈબ્રાહીમભાઈ સીડા અને ઈબ્રાહીમભાઈ સીડાએ લોકડાઉન સમયે વિશ્વાસ આપી, ફરીયાદીની દુકાનેથી ૧૯૫ કિલો સોપારી કિ. રૂ. ૮૭૭૫૦ ની લઈ ગયેલ અને વેપારી ભાવેશભાાઇ ને આજદીન સુધી સોપારી કે  પૈસા આપેલ નહી હોવાથી દરરોજના સોપારીના વેપારીએ એક મહિલા સહિત ત્રણ શખ્સો સામે છેતરપિંડીી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સામાપક્ષે આજ બનાવમાં મેમુદાબેન ઇબ્રાહીમભાઇ સીડા એ સોપારીના વેપારી ભાવેશભાઇ રાઠોડ તેનો પાર્ટનર અને ભાવેશના ભાઇ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે વેપારી ભાવેશ પાન બીડીનો ધધો કરતા હોય ત્યારે ફરિયાદી મેમુદા બેન તથા  આશીયાનાબેન અને અરમાન ભાવેશની દુકાને સોપારી લેવા જતા ભાવેશે મેમુદાં બેનની નજર બહાર સાહેદ આશીયાનાબેનનો હાથ પકડી બીભત્સ ઇશારાઓ કરેલ અને ભાવેશને સોપારી તથા અન્ય માલ માટે કુલ રુપીયા ૩,૦૦,૦૦૦ આપેલ ત્યારે મહિલાનો દીકરો અરમાન મોબાઇલમા વીડીયો ઉતારતા આરોપીએ ફરીયાદી મહિલા તથા સાહેદોને કાઢી મુકેલ અને મહિલા એ આપેલ રુપીયા પણ પરત આપેલ નહી અને પછી સોપારી લઇ જજો તેમ વિશ્વાસ આપેલ, પરંતુ વેપારીએ સોપારી કે રૂપીયા પરત આપેલ નહી જેથી ફરીયાદી મહિલા ફરીથી પૈસા માગવા જતા વેપારી ભાવેશ અને તેની સાથેના બે શખ્સોએ  એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ મહિલાને ભુડી ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપી, ફરીયાદી મહિલા સાથે વીશ્વાસધાત, છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.