Abtak Media Google News

એલ.સી.બી.એ ત્રણ શખ્સોને રૂ.૧૨.૭૬ લાખના મુદ્દામાલ સાથે પકડયા

મુંન્દ્રાના લુણીમાંથી સોપારી-ભંગારના જથ્થા સહિત ૧૨.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભુજ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.જે.રાણા અને સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે મુંદરાના લુણીનો મેહબુબ મામદ મસાણીયાની વાડીમાં તેના મિત્રો સાથે મળી ચોરી કે છળકપટથી લૂઝ સોપારી અને ભંગારનો જથ્થો વાડીમાં રાખેલ છે. ભુજ એલસીબી અને મુન્દ્રા મરીન પોલીસે સંયુક્ત બાતમીના આધારે રેડ કરતાં મુખ્ય આરોપી સહિત ૩ આરોપીની લૂઝ સોપારીની ૫૦૫ બોરીઓની કિંમત ૩૫૦૬૦૦, લોખંડના ભંગારની કિંમત ૧૨૬૦૦૦, ટાટા ટેમ્પોની કિંમત ૪૦૦૦૦૦, આઇસર ટેમ્પોની કિંમત ૪૦૦૦૦૦ મળીને કિંમત ૧૨૭૬૬૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

પકડાયેલા આરોપીમાં મેહબૂબ મામદ મેસાણીયા(ઉંમર ૩૭ હાલે રહેવાસી લુણી,મુંદરા),ગુલામ મામદ સેરસીયા(ઉંમર ૪૩ રહેવાસી જેતપરીયા,મોરબી), જુમા સુમાર કુંભાર(ઉંમર ૨૯ રહેવાસી ઝરપરા બસ સ્ટેશનની બાજુમાં મુન્દ્ર)નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.