Abtak Media Google News

કોવિડ હોસ્પિટલમાંથી નાસી છૂટનાર ગોંડલ સબજેલનો કેદી ગોંડલમાંથી ઝડપાયો ; એક કેદી ભાગી જતા અને બીજાને પકડવા પોલીસ ઉધા માથે થઈ ’તી

રાજકોટ સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડીંગમાંથી નાશી છૂટનાર ગોંડલ સબ જેલના પોઝીટીવ કેદીને પોલીસે ગોંડલથી ઝડપી લઈ ફરી આઇશોલેશન વોર્ડમાં ખસેડયો હતો.જ્યારે બીજી બાજુ પ્રિઝનર વોર્ડમાંથી પાકા કામનો કેદી નાશી છૂટતા  પોલીસ તંત્રમાં દોઢધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મધ્યસ્થ જેલમાં રખાયેલા લીલીયાના સલડી ગામના હત્યાનો ગુનાનો પાકા કામનો કેદી સંજય ધનજીભાઈ મકવાણાએ ટ્યુબલાઈટના કાચ ખાઈ જતા સારવાર માટે જેલમાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.જ્યાં પ્રિઝનર વોર્ડના સંડાસમાંથી ઉપરના ભાગે આવેલી બારીમાંથી રાત્રે ભાગી જતા દોડધામ મચી ગઇ છે. વર્ષ ૨૦૧૬માં પણ આ કેદી ભાગી ગયો હતો. સંજય પાકા કામનો કેદી છે તેને શોધવા પોલીસે દોડધામ શરૂ કરી છે.

આ બારામાં પ્ર.નગર પોલીસ મથકમાં હેડક્વાર્ટર કોન્સ. જલાભાઇ માણસુરભાઇ ધવલ ની ફરીયાદ પરથી પોપટપરા જેલમાંથી સિવિલમાં લાવવામાં આવેલા કેદી સુરેશ ધનજી મકવાણા વિરૂધ્ધ આઇપીસીર૨૪ મુજબ ગુનો નોંધાયો છે.

પોલીસ  કોન્સ. જલાભાઇએ જણાવ્યું છે કે તા. ૪/૮ના સાંજના ૮ થી પ/૮ના સવારના ૮ સુધી મારી ડ્યુટી સિવિલ હોસ્પિટલના બંને વોર્ડ પાસે આવેલો પ્રિઝન વોર્ડમાં બિમાર કેદીઓના ગાર્ડ તરીકેની હતી. પ્રિઝન વોર્ડમાં ત્રણ દર્દી રખાયા હતા. જેમાં સુરેશ મકવાણા મૂળ લીલીયાના સલડી ગામના વતની છે અને પાકા કામનો કેદી છે. તે જેલમાં ટ્યુબ લાઇટના કાચ ખાઈ ગયો હોવાથી તેને પોપટપરા જેલ માંથી અહિ સારવારમાં રખાયો હતો. તે રાત્રીના સાડા નવેક વાગ્યે પ્રિઝન વોર્ડના સંડાસમાં ગયો હતો.બાદમાં બારીના સળિયા કાઢી નાશી છૂટ્યો હતો.જ્યારે ગોંડલના ૫૦ જેટલા ચોરીના ગુનામાં પકડાયેલો રીઢો તસ્કર અને ગોંડલ સબ જેલનો કોરોના પોઝીટીવ કેદી  આંનદગીરી હરિગીરી ગોસ્વામી રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડીંગમાંથી સિક્યુરિટી ગાર્ડને ચકમો આપી  ફરાર થઈ જતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. બાદમાં  ગોંડલની નાગર શેરીમાં ચોરીનો ગુનામાં ફરાર કેદી આંટાફેરા કરતો જોઈ લોકોમાં ફફડાટ જાગ્યો હતો અને પોલીસને જાણ કરતા ગોંડલ પોલીસે ઝડપી લઈ ફરી રાજકોટ કોવિડ હોસ્પિટલના  આઇશોલેશન વોર્ડમાં ખસેડાયો છે. ૫૦ જેટલી ચોરી અને લૂંટના ગુનામાં આરોપી ઝડપાઇ ચુક્યો છે.આ રીઢા ગુનેગારે કેટલા લોકોને સંક્રમિત કર્યા હશે તે જોવાનું રહ્યું ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.