Abtak Media Google News

આઈઓસી ૧૩૪, બીપીસીએલ ૫૬ તથા એચપીસીએલ રાજકોટમાં ૭૦ આઉટલેટ ખોલવા માટે રસ દાખવ્યો

ભારત જેવા ઝડપથી વૃદ્ધિ પામતા અર્થતંત્ર માટે ઉર્જાની જરૂરીયાત ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વધી રહી છે ત્યારે પબ્લિક સેકટરયુનિટની જે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ છે જેવી કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, બીપીસીએલ, એચપીસીએલ દ્વારા પેટ્રોલ અને ડિઝલની વધતી માંગના સંદર્ભમાં રીટેલ આઉટ લેટ નેટવર્કને વિસ્તારવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારારીટેલ આઉટલેટ નેટવર્કનું વિસ્તરણ નવા હાઈ-વે, ઔદ્યોગીક ક્ષેત્ર જેવી બજારોમાં ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે હાથ ધરવામાં આવશે. જેમાં ગ્રામિણ, અંતરીયાળ વિસ્તાર તથા અતિ દુરના વિસ્તારમાં પણ રીટેઈલ નેટવર્કનું વિસ્તરણકરવામાં આવ્યું છે.

વધારામાં રીટેઈલ આઉટલેટ નેટવર્કના વિસ્તરણથી રોજગારીનું પણ સર્જન થશે. જેને લઈ રાજકોટ રીટેઈલ આઉટલેટ નવા ખોલવા માટે પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

વાત કરવામાં આવે તો રાજકોટમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના ૧૩૪ નવા આઉટલેટ ખોલવા ધારે છે જયારે બીપીસીએલ રાજકોટમાં ૫૬ આઉટલેટ ખોલવા માંગે છે.તથા એચપીસીએલ દ્વારા રાજકોટમાં ૭૦ રીટેલ આઉટલેટ ખોલવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડના રાજકોટ ડિવિઝનલ મેનેજર સચિન ખુરાનાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઓપન માર્કેટ થવાથી કોમ્પીટીશનમાં ખુબજ વધારો થશે.

સાથો સાથ રોજગારીનું પણ પ્રમાણ વધશે. ઓપન માર્કેટ આવવાથી પબ્લિકસેકટર યુનિટ દ્વારા સંકળાયેલી તમામ ઓઈલ માર્કેટીંગ કંપનીઓને ખુબજ લાભ થશે. જયારેનવા આઉટલેટ ખોલવામાં આવતા ગ્રાહકોને પણ અનેકવિધ સુવિધાઓ મળી શકશે.

કારણ કે, હવે અંતરીયાળ વિસ્તાર તથા દૂર તથા છેવાડાના વિસ્તારોમાં પણ ઓઈલ કંપનીઓ ડિલરશીપ આપવા માટે તૈયારી દાખવી છે. જયારે તેમને પેટ્રોલ અને ડિઝલમાં ડેન્સીટી અને માપને લઈ લોકોને થતી મુશ્કેલી વિશે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યું હતું કે, દરેક પેટ્રોલ પંપમાં ડેન્સીટીનું વોલ્યુમ તથા માપને લઈ વિગતો મુકવામાં આવતી હોય છે.

જેથી લોકો તેને જોઈ શકે અને તમામ બાબતોને સમજી શકે. ત્યારે ઈથેનોલનો ઉપયોગ પેટ્રોલમાં કેટલા ટકા ઉપયોગ કરવાનો પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેઓએ જણાવ્યું હતુંકે, હાલ ૧૦ ટકા જેટલો ઈથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ભારતીય રૂપીયો મજબૂત પણ થાય છે અને ઘણી ખરી રીતે દેશની અર્થ વ્યવસ્થાને મદદરૂપ પણ થાય છે.

ઈથેનોલના ઉપયોગથી પ્રદૂષણને પણ અટકાવી શકાય છે. વધુમાં તેઓએ ખાનગી કંપની જેવી કે સેલ, એસઆર અને રિલાયન્સનું પેટ્રોલપંપ ક્ષેત્રે આવવાથી પબ્લિક સેકટર યુનિટને શું અસર પહોંચી છે તે વિષય ઉપર બોલતા તેઓએજણાવ્યું હતું કે, સ્પર્ધામાં ખૂબજ વધારો થયો છે.

પ્રાઈવેટ સેકટર આવવાના કારણે પરંતુ સરકારની આનવી નીતિથી પબ્લિક સેકટર યુનિટને એક નવી રાહ મળશે અને સ્પર્ધામાં પણ તેઓ ટકી રહેશે. અંતમાં તેઓએ જયારે પુછવામાં આવ્યું કે, પંપ સ્ટેશન પાસે ફૂડઝોન, શોપીંગ સેન્ટર બનવાથી શું ફાયદો થાય.

ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, આ તમામ વસ્તુ ખૂબજ જરૂરી છે પરંતુ કયાં વિસ્તારમાં પેટ્રોલપંપ લગાવવામાં આવ્યા છે તેના પર નિર્ભર કરે છે. જો પેટ્રોલપંપ અંતરિયાળ વિસ્તારમાં ઉભા કરવામાં આવ્યા હોય તો આ સુવિધાઓનો કોઈ લાભ લોકોને મળી શકે નહીં પરંતુ જો એ જ પેટ્રોલપંપ હાઈવે અથવા સિટી વિસ્તારમાં સ્થપાય તો તેનો ફાયદો ખૂબજ મોટા પ્રમાણમાં મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.