Abtak Media Google News

જીવનશાળાના આચાર્ય અને જસદણ ભાજપના અગ્રણી ઉપર ગઢડાના લીંબાળી ગામના શખ્સોએ કર્યો’તો હુમલો: મંત્રી કુવરજી બાવળીયાની મધ્યસ્થી

જસદણના બે પરિવાર વચ્ચે ચાલતા મનદુ:ખનું મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની મધ્યસ્થીતી સુખદ સમાધાન થયું છે.

વિગત મુજબ જીવનશાળા મુકામે નૂતન વર્ષના દિવસે બપોરે ગઢડા તાલુકાના લિબાળી ગામના ચાલીસ જેટલાં શખ્સોએ વિવિધ વાહનોમાં આવી જીવનશાળામાં ઘસી જઈ જીવનશાળાના આચાર્ય અને જસદણ તાલુકા ભાજપના આગેવાન ખોડાભાઈ ખસીયાં અને એમના પરિવાર પર હુમલો અને જીવનશાળામાં ખુરશી, કાર, અને પંખાઓની તોડફોડ કર્યા બાદ ભાજપના આગેવાનના પરિવારને જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતાં ત્યારબાદ લીંબાળી ગામના ચાલીસ શખ્સો સામે ખોડાભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ તમામ શખ્સોની ધરપકડ કરી હતી અને બે દિવસ પછી આ હુમલો કરનારાં શખ્સોએ ખોડાભાઈ અને એમનાં પરિવાર સામે પોલીસ ફરીયાદ નોંધાવતાં પોલીસે ભાજપના આ અગ્રણીની પણ ધરપકડ કરી હતી. હાલ બન્ને પક્ષ જામીન પર છે ત્યારે બન્ને પક્ષના સભ્યો વચ્ચે સમાધાન થયું હતું બન્ને બાજુનાં લોકો એક જ જ્ઞાતિના હોય અને ભવિષ્યમાં કોઈ ખાનાખરાબી ન સર્જાય જસદણ અને ગઢડા તાલુકામાં શાંતિ રહે તે નજરને ધ્યાને રાખી બન્ને પક્ષના આગેવાનોની હાજરીમાં વિખ્યાત તીર્થધામ શતરંજધામ ખાતે રાજ્યનાં કેબિનેટ મંત્રી અને સદણ વીંછીયા મત વિસ્તારના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાએ મોખરે રહી સમાધાન કરાવી આપતાં હાલ બન્ને પક્ષોએ રાહત અનુભવી હતી અન્ય ગામો આવું સમાધાનકારી વલણ અપનાવે તો અનેક ઘાતો ટળી શકે આ સમાધાનમાં કેબિનેટ મંત્રી બાવળીયાએ ચાવીરૂપ ભૂમિકા ભજવતાં લોકોમાં ભારે આવકાર સાંપડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.