Abtak Media Google News

સ્થળાંતરિત મતદાર એટલે ઘરના ઘંટુલો ચાટે…?

ભારતની વિશ્વની સહુથી મોટી લોકશાહી છે. લોકશાહી એટલે અમેરિકન માજી પ્રમુખ અબ્રાહ્મ લિંકનની વ્યાખ્યા પ્રમાણે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. અલબત્ત ભારતમાં લોકશાહી પરિપક્વતા ઉપર સવાલ ઉભો થયો છે. જેની પાછળ સ્થળાંતરિત નાગરિકોના મત ના આપી શકવાની મજબૂરી જવાબદાર છે. દેશમાં લાખો લોકો એવા છે કે જે રોજગાર, શિક્ષણ કે અન્ય કારણોસર પોતાના રાજ્યમાંથી અન્ય રાજ્યમાં અથવા પોતાના મત વિસ્તારમાંથી અન્ય મત વિસ્તારમાં સ્થળાંતરિત થયા હોય. આવા મતની ટકાવારી ૩૦ ટકા છે જોકે ચૂંટણી સમયે આ સ્થળાંતરિતો મત આપી ન શકતા હોય, પોતાના વતનમાં મત આપવા ન જઈ શકતા હોવાથી માત્ર નાના ભેદથી સત્તાપલટો થતો હોય છે. આવું જ ઉદાહરણ બિહારમાં જોવા મળ્યું હતું જ્યાં તેજસ્વી યાદવને માત્ર પાતળી સરસાઈના કારણે સત્તાથી દૂર રહેવું પડયું હતું.

સામાન્ય રીતે દેશમાં કોઈ સરકાર રચવા પાછળ માત્ર બે ટકા મત જવાબદાર હોય છે  આવા સંજોગોમાં દર વખતે મતદાનથી દૂર રહેતા ૩૦ ટકા સ્થળાંતરિતો પણ જો મત આપવા લાગે તો દેશની લોકશાહી વધુ મજબૂત થઈ શકે. આવી સ્થિતિમાં સરકારે સ્થળાંતરિત મતદારો માટે વ્યવસ્થા ગોઠવવી જોઈએ, અલબત્ત સરકારે બિન નિવાસી ભારતીય (એનઆરઆઈ) મતદારો માટે  વોટિંગનો તખ્તો તૈયાર કરી ઘરના ઘંટી ચાટેને પારકાને આટો જેવો ઘાટ રચ્યો છે.

Wererer

આમ તો જે દેશોમાં લોકશાહી છે એ દેશોની પ્રજા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કરતી હોય છે, પરંતુ ઘણીવાર ચૂંટાયેલી સરકારો દ્વારા લોકશાહીનાં મૂળભૂત મૂલ્યોનું જતન યોગ્ય રીતે થતું નથી. આવું જ ભારતમાં જોવા મળે છે. દરેક નાગરિક પાસે મતાધિકાર છે પરંતુ કેટલાક સંજોગોના કારણે આ મતાધિકારનો ઉપયોગ થઈ શકતો નથી. જેથી સરકારની જવાબદારી છે કે દરેક નાગરિક મતદાન અધિકારનો ઉપયોગ કરી શકે.

એક કરોડ ૩૦ લાખથી વધુ ભારતીય વિદેશમાં રહે છે. આવા મતદારો ઘરે બેઠા બેઠા મત આપી શકે તે માટે ચૂંટણી પંચે તખ્તો ગોઠવ્યો છે. ચૂંટણી પંચ ઇ-બેલોટ ની વ્યવસ્થા કરશે. જ્યારે કોઈ એન.આર.આઈ વ્યક્તિ મતદાન કરવાની ઈચ્છા દર્શાવે ત્યારે તેને ઓનલાઈન પોસ્ટલ બેલોટ આપવામાં આવશે. ત્યારબાદ આ પોસ્ટલ બેલોટને એન.આર.આઈ મતદારને પરત મોકલવાનું રહેશે. ચૂંટણી પંચની દરખાસ્ત મુજબ, એનઆરઆઈ ફોર્મ ૧૨ દ્વારા મતદાન કરવા ઈચ્છે ત્યારે ઇલેક્ટ્રોનિક રીતે પોઇટલ બલ્ટોટ જારી કરી શકાશે. જે ચૂંટણીની નોટિફિકેશનના ઓછામાં ઓછા પાંચ દિવસ સુધીમાં રીટર્નિંગ અધિકારી પાસે પહોંચવું આવશ્યક છે. આ સુવિધા માટે ચૂંટણીપંચ દ્વારા વિદેશમાં ડિપ્લોમેટિક કાઉન્સિલર પણ મુકવામાં આવશે. બેલેટ પોસ્ટના માધ્યમથી જ મોકલવાનું રહેશે. આ પ્રકારે બિનનિવાસી ભારતીયો માટે વોટિંગની વ્યવસ્થા સરકારે કરી છે પરંતુ સ્થાનિક મતદારો કે જેઓ સ્થળાંતરિત છે તેમની માટે અત્યાર સુધીમાં મતદાન વ્યવસ્થા કરાઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.