Abtak Media Google News

રાજસ્થાનના કોટા શહેરમાં એક ભવન આવેલું છે જેનુ નામ વૃજરાજ ભવન છે. આ ભવન ભારતની ૧૦ સૌથી ડરાવનારી જગ્યાઓમાંથી એક છે. આ ભવનને લઇ લોકો અનેક પ્રકારની વાતો કરે છે જાણવા મળ્યુ છે કે અહીં અંગ્રેજ અધિકારીનું ભુત ફરે છે. વૃજરાજ પેલેસ નામના ખુબ સુંદર મહેલ જોઇ કોઇ આવુ વિચારી પણ નથી શકતુ કે રાજા મહારાજાઓનું આ ઘરમાં અંગ્રેજનું ભુત ફરશે.

લોકોનું કહેવુ છે કે અહીં રાત્રે આવતા નોકરી કરતા ગાર્ડ ભુલથી જો સીગરેટ પીવે તો તેને એક જોરદાર થપ્પડ પડે છે. જે અહીં આવતા ચોકીદારોએ અનેકવાર અનુભવ કર્યો છે.

આ હોટલમાં મેજર બર્ટન નામનું એક ભુત રહે છે. જે બ્રીટીશકાળમાં કોટામાં કામ કરતો હતો અને ૧૮૫૭ના વિદ્રોહમાં ભારતીય સીપાઇઓએ તેને મારી નાખ્યો હતો મેજરની સાથે તેના બન્ને બાળકોની પણ આજ ભવનમાં હત્યા કરવામાં આવી હતી.કોટાની પૂર્વ મહારાણીએ ૧૯૮૦માં મેજરની આત્માને આજ હોલમાં જોઇ હતી જ્યાં તેને મારી નાખવામાં આવ્યો હતો.

સુરક્ષા ગાર્ડના જણાવ્યા અનુસાર ભુત કોઇને કોઇ પ્રકારનું નુકશાન પહોંચાડતુ નથી. પરંતુ રાત્રે ફરજ દરમિયાન કોઇ ગાર્ડ સુઇ જાય તો થપ્પડ મારીને તેને ભુત જગાડે છે. આ કારણે અહીં નોકરી કરતા લોકો અહીં આવવાથી ડરે છે અને આજ રીતે ભવનમાં કોઇ સીગારેટ પીવે તો પણ તેને થપ્પડ મારવામાં આવે. જો કે અત્યાર સુધી થપ્પડ મારનાર શખ્સ અથવા તો ભુતને અત્યાર સુધી કોઇએ જોયુ જ નથી.આથી અહીં સુરક્ષા કર્મીઓ હમેંશા ભુતનો ખૌફ રહે છે અને સીગારેટ પીતા નથી કે રાત્રી ફરજ દરમ્યાન સુતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.