Abtak Media Google News

૬૦ થી ૭૦નાં દશકમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું તે સમયમાં દરેક લોકોની ધડકન હતી: મુમતાઝે પોતાના સુંદર અંદાજથી દર્શકોને દિવાના કર્યા હતા: ૧૯૭૦માં ખિલૌના ફિલ્મ માટે તેને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો

આજે મારે વિતેલા વર્ષોની અભિનેત્રી મુમતાઝની વાત કરવી છે. ૧૯૬૦ અને ૭૦ સુધીનો દશક મુમતાઝ માટે સફળતમ રહ્યો હતો. મેરે સનમ ફિલ્મમાં યે રેશ્મી ઝુલ્ફોકા અંધેરા ન ગભરાય યે ખુબ જ હીટ થયું હતું. તેનો જન્મ ૩૧ જુલાઈ ૧૯૪૭માં મધ્યમ વર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેને માત્ર ૧૨ વર્ષની ફિલ્મમાં કામ કરવાનું શરૂ કરેલ હતું. પોતાની બહેન મલ્લિકાની સાથે રોજ સ્ટુડિયોમાં જતી હતી અને નાના-મોટા રોલની માંગણી કરતી હતી.  મુમતાઝે ૧૯૬૦માં પોતાની કારકિર્દી ફિલ્મ ગહરાદાગથી શરૂ કરી જોકે આ ફિલ્મમાં તેનો સાઈડ રોલ હતો. શરૂમાં તો મુમતાઝને હિટ ફિલ્મોમાં નાના-નાના રોલ જ મળતા હતા પરંતુ પછી તેને મુખ્ય રોલ પણ મળવા લાગ્યા હતા. આ અભિનેત્રી તેના સુંદર અંદાજથી દર્શકોને દિવાના બનાવ્યા હતા. હાલ મુમતાઝ લાઈમ લાઈટથી દુર લંડનમાં પોતાનું જીવન વ્યતિત કરે છે. આજે મુમતાઝ ૭૨ વર્ષની થઈ ગઈ છે.

મુમતાઝનો પરિવાર પહેલે થી જ ફિલ્મ સાથે જોડાયેલો હતો. તેના કાકી નિલોફર પણ પહેલેથી જ ફિલ્મોમાં કામ કરતી તેને નાનપણથી જ બેસ્ટ અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોયું હતું જે એને ઘણી ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા હતા. પ્રારંભનાં વર્ષોમાં એક પછી એક ૧૫ થી વધુ એકશન ફિલ્મો કરી તેની અને દારાસિંહની જોડી મજહુર હતી. જેના કારણે સ્ટંટ ફિલ્મની અભિનેત્રીનો સિકકો લાગી ગયો હતો. એ જમાનામાં દારાસિંહને સાડા ચાર લાખ રૂપિયા તો મુમતાઝને પણ અઢી લાખ મળતા હતા. દર્શકો પણ આ જોડીને ખુબ જ પસંદ કરતા હતા. અભિનેત્રી મુમતાઝે તેની ફિલ્મી કેરીયરમાં રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, દારાસિંહ, રાજેન્દ્રકુમાર, બિશ્ર્વજીત, સંજીવકુમાર, દેવાનંદ વિગેરે મોટા કલાકારો સાથે કામ કરેલ હતું. ૧૯૭૦માં ખિલૌના બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.

રાજેશ ખન્ના સાથે લગાતાર ૧૦ ફિલ્મો કરી હતી જેમાં રોટી, દોરાસ્તે, પ્રેમકહાની, આયના આપકી કસમ જેવી સફળ ફિલ્મો હતી. દારાસિંહ સાથે હરકયુલીસ, રૂસ્તમે હિંદ, બોકસર જેવી ફિલ્મો કરી હતી. મુમતાઝની સફળતમ ફિલ્મોની યાદી લાંબી છે પણ તેના અભિનયથી ફિલ્મો હિટ થઈ હોય તેવી ફિલ્મોમાં રામ ઔર શ્યામ, શર્ત અપરાધ, ધડકન, લોફર, નાગીન, કાજલ, દાદીમા, બહુ બેટી, મેરે સનમ, યે રાત ફિર નહીં આયેગી, સુરજ, હમરાજ, સીઆઈડી, ૯૦૯, કઠપુતળી, ઉપાસના, તેરે મેરે સપને, જીગરી દોસ્ત, હમ જોલી, મેલા જેવી વિવિધ ફિલ્મોનો સમાવેશ થાય છે. એક એવી પણ ચર્ચા ચાલી હતી કે, અભિનેતા શશીકપુરનું દિલ મુમતાઝ પર આવી ગયેલ હતું. લગ્ન માટે પ્રપોઝ પણ કરેલ જોકે તે વખતે મુમતાઝ માત્ર ૧૯ વર્ષની હતી. શશી કપુરની ઈચ્છા એવી હતી કે મુમતાઝ ફિલ્મલાઈન છોડીને પોતાની સાથે લગ્ન કરે જે મુમતાઝને મંજુર ન હતું. તે સિવાય એ જમાનામાં સંજયખાન, ફિરોઝખાન, દેવ આનંદ જેવા સિતારાઓ સાથે નામ ચર્ચાય હતું પરંતુ ફિલ્મ આયના પછી મુમતાઝે મુળ ગુજરાતી અને લંડનમાં રહેતા ઉધોગપતિ મયુર માધવાણી સાથે ૧૯૭૪માં લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી તે લંડનમાં રહેવા લાગી. તેમને બે પુત્રીઓ પણ છે.

લગ્ન પછી તેની ત્રણ ફિલ્મો રીલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મનું શુટીંગ લગ્ન પહેલા થયેલ હતું. ૫૩ વર્ષની વયે કેન્સરની બિમારી લાગુ પડતા અદ્યતન સારવાર મળતા તેમાંથી ઉગરી ગઈ હતી પણ હાલ તેમને થાઈરોઈડ જેવી નાની મોટી બિમારી ઉંમરને કારણે જોવા મળે છે. આજે મુમતાઝને ઓળખવી પણ મુશ્કેલ થઈ પડે એવી થઈ ગઈ છે. તેની બિમારીમાં પતિ પરિવારે સુંદર સાથ આપ્યો હતો તેથી જ કેન્સર વિરોધી લડાઈ જીતી ગઈ હતી. ફિલ્મ સાવન કી ઘટામાં નદીના સ્નાન દ્રશ્યમાં ફિલ્માંકન કરેલ ગીત ‘આજ કોઈ પ્યાર સે..દિલ કી બાતે કહ ગયા..’ આજે પણ યુવા વર્ગ રીમીકસ સંગીત સાથે સાંભળી રહ્યા છે. મુમતાઝ તેની મારકણી અદા…યુવા હૈયાઓની

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.