એ… હવે તો કાયમી કરો… ભાજપ કાર્યાલયે આરોગ્ય કર્મીઓની રજૂઆત

મહાપાલિકાના કરાર આધારીત આરોગ્ય કર્મચારીઓના વિવિધ પ્રશ્ર્નોનો દિવસ સાતમાં ઉકેલ લાવો અન્યથા આંદોલન

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કોન્ટ્રાકટ આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સંતોષવા આવેદન આપવામાં આવ્યું છે.

આ કોન્ટ્રાકટ આધારીત કર્મચારીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, મહાનગરપાલિકના પદાધિકારીઓને લેખીત રજૂઆત કરી છે.

જેમાં કર્મચારીઓના વિવિધ પ્રશ્ર્નો જેવા કે છેલ્લા ૧૪/૧૫ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મચારીઓને અનુભવના આધારે જગ્યાના સેટઅપમાં કાયમી કરવા, કોરોના અંતર્ગત વધુ કામગીરીનું વળતર, રજાના દિવસોમાં કરેલ કામનું એલાઉન્સ, પેટ્રોલ એલાઉન્સ, ઓવર ટાઈમનું અલગથી મહેનતાણું વગેરે જેવા અનેક પ્રશ્ર્નોનું દિવસ-૭માં નિરાકરણ લાવવું અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગનો સહારો લઈ કામ બંધ કરવાની પણ રજૂઆતના અંતમાં ચીમકી આપવામાં આવી છે.

Loading...