જી.બી.જવેલર્સ દ્વારા હેવમોર આઈસ્ક્રીમ આઈસ એન્ડ વાઈસનું નવું સોપાન

આઈસ્ક્રીમ લવર્સ માટે રૂ.૫૦૦ સુધીની પ્રોડકટ ઉપલબ્ધ

યાજ્ઞીક રોડ પર આવેલ જી.બી. જવેલર્સ દ્વારા રાજકોટના હાર્દ સમા કે.કે.વી. ચોક પાસે પંજાબ હોન્ડા સામે નવું સોપાન હેવમોર આઈસ્ક્રીમ આઈસ એન્ડ વાઈસનું ગઈકાલના રોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. જેમાં રૂા.૫ થી લઈ રૂા.૬૦૦ સુધીની તમામ પ્રોડકટ જેમકે આઈસ્ક્રીમ, કપ, કેન્ડી, ફેમીલી પેક સહિતની વસ્તુઓ ઉપલબ્ધ હશે આ અવસરે ફેમેલી મેમ્બર્સ, મિત્ર વર્તુળ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.

હેવમોરની પ્રોડકટ તમામ વર્ગના લોકોને પોસાય તેવી હોય: હેવમોર આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુટર શુકલા

અબતક સાથેની વાતચિત દરમિયાન હેવમોર આઈસ્ક્રીમના ડિસ્ટ્રીબ્યુટર શુકલાએ જણાવ્યું હતુ કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હેવમોર આઈસ્ક્રીમ ખૂબજ પ્રખ્યાત છે. હેવમોર આઈસ્ક્રીમ સૌ કોઈને અનુકુળ આવે તેવા ભાવમાં જેમકે રૂા.૫ થી લઈ ૬૦૦ સુધીની વિવિધ વેરાયટી-ફેલવર્સવાળા આઈસ્ક્રીમ, કોન, કપ, કે, કેક ફેમેલી પેક પાર્ટીપેક ઉપલબ્ધ છે. તેમાં પણ ક્ધઝયુમર્સ માટે સમયાંતરે હેવમોર આઈસ્ક્રીમ દ્વારા અવનવી સ્ક્રીમ લોન્ચ કરવામાં આવતી હોય છે. દરેક સ્ક્રીમનો લાભ દરેક લોકોને મળી શકશે. નવું આઉટલેટ હાલ શરૂ કરવામાં આવ્યું છે અને આગળ પણ ભવિષ્યમાં નવા ક્ધસેપ્ટ સાથે નવા આઊટલેટ શરૂ કરવામાં આવશે.

રાજકોટીયન્સ માટે નવું નજરાણું લાવ્યા જી.બી. જવેલર્સ માલિક ધર્મેશભાઈ

અબતક, સાથેની વાતચીત દરમિયાન જી.બી. જવેલર્સના ઓન ધર્મેશભાઈએ જણાવ્યું હતુકે રાજકોટ શહેરનાં લોકો રંગીલા છે. હરવા ફરવા જમવાના શોખીન છે ત્યારે શોખીન રાજકોટીયન્સ માટે અમે કે.કે.વી. ચોક પાસે પંજાબ હોન્ડા સામે હેવમોર આઈસ્ક્રીમ આઈસ એન્ડ વાઈસ પાર્લર શરૂ કર્યું છે. જે મુખ્ય યંગસ્ટર્સ માટે આકર્ષણ બની રહેશે. અમારે ત્યારે નાના-મધ્યમવર્ગનાં લોકોને પોસાય તે મુજબના ભાવની તમામ આઈસ્ક્રીમ પ્રોડકટ મળી રહેશે. ઉપરાંત કેડબરી ચોકલેટ સહિતની વસ્તુઓ ખરી જ. અમને લોકોનો સારો સહકાર મળશે તેવી અપેક્ષા છે.

Loading...