Abtak Media Google News

પાકિસ્તાન અને આયર્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટના પહેલા જ દિવસમાં વરસાદના કારણે મેચ ન થઇ શકી. પહેલા જ દિવસે બોલ ફેંક્યા વગર જ મેચને રદ કરવામાં આવી હતી. આ સાથે જ આયર્લેન્ડની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં ૧૪૧ વર્ષના ઇતિહાસમાં પહેલી એવી ટીમ બની ગઇ હતી જેણે પહેલી ટેસ્ટના પહેલા દિવસે બોલ ફેક્યો જ નહીં.

આયર્લેન્ડના ક્રિકેટ પ્રેમીઓ ૧૧ મેના દિવસનો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. આઈસીસી ૧૯૯૩થી એસોસિએટેડ સભ્યનો દરજ્જો મળ્યા પછી આયરલેન્ડ ટેસ્ટ મેચમાં રમનારી દુનિયાની ૧૧મી ટીમ છે. ૨૦૦૬માં પહેલી વનડે મેચ રમનારી આયર્લેન્ડ ટીમ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર હતી. પરંતુ પહેલા જ દિવસે વરસાદે તેની આસાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું.

ડબલિનના મલાહિદે ગ્રાઉન્ડમાં મેજબાન આયર્લેન્ડે પાકિસ્તાન સામે પોતાના ઐતિહાસિક ટેસ્ટની શરૂઆત કરવાની હતી. પરંતુ સતત વરસાદના કારણે રમત સંભવ થઇ શકી નહીં. વરસાદ વચ્ચે અમ્પાયર નાઇઝલ લૌંગ અને રિચર્ડ ઇલિંગ્વર્થે સવારે ૧૧ વાગ્યાથી લઇને બપોરે ત્રણ વાગ્યા સુધી મેદાનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ આ દિવસની રમત રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.અમ્પાયરના નિર્ણયની સાથે જ આયર્લેન્ડ પહેલી એવી ટીમ બની ગઇ છે જે પહેલી ટેસ્ટના પહેલા દિવસે વરસાદની બલી ચઢી ગયું. શુક્રવારે આખો દિવસ વરસાદ પડવાના કારણે ટોસ પણ થઇ શક્યો ન્હોતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.