Abtak Media Google News

ઈમરાનને આપવો પડશે સર્મથન ટેસ્ટ અનેક મુશ્કેલીઓ

પાકિસ્તાનના જનરલ ઇલેક્શનમાં ૧૧૭ સીટ જીતીને તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) સૌથી મોટી પાર્ટી બની છે. તેમ છતાંય પાર્ટી ચીફ ઈમરાન ખાનને વડાપ્રધાન બનવા માટે લગભગ ૨૦ દિવસ રાહ જોવી પડી શકે છે. પહેલા તેમને ગૃહમાં એક ’સર્મથન ટેસ્ટ’ પણ આપવો પડશે. પાકિસ્તાનમાં નિયમ છે કે વડાપ્રધાન પદ માટે ૩૪૨ સભ્યોમાંથી ૧૭૨નું સર્મન મળવું જરૂરી છે. હાલ, તેમની પાસે ૧૬૦ સાંસદોનું સર્મન છે. જો તેઓ બહુમત સાબિત કરવામાં સફળ નહીં થાય તો વડાપ્રધાન પદ પર તેમની દાવેદારી રદ થઈ શકે છે. બાદમાં પાર્ટીના બીજા કોઈ નેતાનું નામ પ્રસ્તાવિત કરવામાં આવશે.

ઇલેક્શન કમીશન અનુસાર, નેશનલ એસેમ્બલીની સીટો પર જીતનારા ઉમેદવારોને ચૂંટણીમાં યેલા ખર્ચની જાણકારી આપવી પડે છે. તેના માટે તેમને ૧૦ દિવસનો સમય મળશે. જો તેઓ તેમાં મોડું કરશે તો ઇલેક્શન કમીશન તેમની પર દંડ ફટકારે છે. સાથો સાથ  ગૃહની પ્રક્રિયા શરૂ થવામાં પણ વિલંબ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રક્રિયા પૂરી થવામાં ૧૫ ઓગસ્ટ સુધીનો સમય લાગી શકે છે. બીજી તરફ, ચૂંટણી ખર્ચની જાણકારી મળ્યા બાદ ઇલેક્શન કમીશન ઉમેદવારોની જીતવાની અધિસૂચના જાહેર કરે છે.

તેની યાદી તૈયાર કરવાની શરૂઆત માટે ઇલેક્શન કમીશને ૫ ઓગસ્ટની તારીખ નક્કી કરી છે. પાકિસ્તાન ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીતનારાઓને કોઈ એક રાજકીય પક્ષ પસંદ કરવો જ પડે છે. પાકિસ્તાનના નિયમ મુજબ, કોઈ પાર્ટીમાં સામેલ થયા વગર તેઓ સંસદની બેઠકોમાં ભાગ નથી લઈ શકતા. કોઈ પણ પાર્ટીમાં સામેલ થવા માટે તેમને ૩ દિવસનો સમય આપવામાં આવે છે.

નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૪૨ સીટો છે. જેમાં ૨૭૨ સીટો પર ચૂંટણી થઈ છે. ૭૦ સીટો મહિલાઓ અને અલ્પસંખ્યકો માટે રિઝર્વ રહે છે. હાલ એસેમ્બલીમાં મહિલાઓ માટે ૬૦ સીટ રિઝર્વ છે. જેમાંથી ૩૩ સીટો પંજાબ, ૧૪ સીટો સિંધ, ૯ ખૈબર પખ્તૂનખ્વા અને ૪ સીટ બલૂચિસ્તાનમાં છે. ઇલેક્શન કમીશન મુજબ, વિજેતા પાર્ટીઓને તેમની જીતેલી દરેક સાડા ચાર જનરલ સીટોના બદલે એક મહિલા સીટ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.