Abtak Media Google News

મકાન પાસેથી સ્કૂટર હટાવવા જેવી નજીવી બાબતે બે શખ્સોએ છરીના ઘા ઝીંકી ફરાર: રાજકીય અને સામાજીક અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા

ગોંડલના કૈલાશ બાગ વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના પુત્ર અને તેમના ડ્રાઇવર પર નજીવી બાબતે બે શખ્સોએ છરીથી ખૂની હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા બંને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હોસ્પિટલે રાજકીય અને સામાજીક અગ્રણી દોડી ગયા હતા.

પોલીસે બંને શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કૈલાશ બાગ વિસ્તારમાં રહેતા સાવંત રમેશભાઇ ધડુક અને તેના કાર ચાલક રફીકભાઇ પર બે અજાણ્યા નશાખોર શખ્સોએ છરીથી હુમલો કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ગતમોડી રાતે સાવંન ધડુક અને ડ્રાઇવર રફીક કાર લઇને ઘરે આવ્યા ત્યારે તેના મકાન પાસે સ્કૂટર આડુ હોવાથી ત્યાં બેઠેલા બે શખ્સોને સ્કૂટર દુર કરવાનું કહેતા બંને શખ્સોએ ઝઘડો કરી નશો કરેલી હાલતમાં રહેલા બંને શખ્સો છરી સાથે તૂટી પડયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા સાવન ધડુક અને રફીકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સાવન ધડુક પર લુખ્ખાઓએ હુમલો કર્યાની જાણ થતા ગોંડલના રાજકીય અને સામાજીક અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતા.સાવન ધડુકના પિતા રમેશભાઇ ધડુક ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ છે.પોલીસે બંને નશાખોર શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.