જેતપૂર નજીક ફોર વ્હીલે બાઈકને હડફેટે લેતા ચાલકનું મોત

121

ચારણ સમઢીયાળાના વૃધ્ધના મોતથી પટેલ પરિવારમાં શોક

રાજકોટ જિલ્લાના જેતપૂર નજીક અમરાપુર ચોકડી નજીક ફોર વ્હીલને બાઈકને હડફેટે લેતા ચારણ સમઢીયાળા ગામના વૃધ્ધનું મોત નિપજતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપૂરના ચારણ સમઢીયાળા ગામેરહેતા કડવાભાઈ પાચાભાઈ ભુવા નામના ૭૦ વર્ષિય વૃધ્ધ પોતાનું બાઈક લઈને પરત ચારણ સમઢીયાળા ગામે આવી રહ્યા હતા ત્યારે અમરાપરા ચોકડી નજીક પહોચ્યા ત્યારે સામેથી આવતી પૂરપાટ ફોરવ્હીલે બાઈકને હડફેટે લેતા કડવાભાઈ ભુવાને ગંભીર ઈજા પહોચતા મોત નિપજયું હતુ

આ બનાવમાં મૃતકના પુત્ર પરેશભાઈની ફરિયાદ પરથી કાર ચાલક અને વડીયાના રાજેશભાઈ ભાભલુભાઈ કાઠી નામના શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ પીએસઆઈ પી.જે. ખારવા સહિતના સ્ટાફે ચલાવી રહ્યા છે.

Loading...