Abtak Media Google News

ધ્રાંગધ્રા સબજેલમાથી વારંવાર પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે ત્યારે વારંવાર મળતી પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળતા સવાલ ઉભો થાય છે કે સબજેલમા મોબાઇલ સહિતની ચીજવસ્તુઓનો પ્રવેશ ક્યાથી થાય છે ? તેવામા હાલમાજ સુરેન્દ્રનગર જીલ્લા એસ.ઓ.જી ટીમ દ્વારા સબજેલની ઝડતી લેતા સબજેલમા કાચાકામના કેદીઓ પાસેથી બે મોબાઇલ ઝડપાયા હતા તેવામા ગત દિવસ દરમિયાન ધ્રાંગધ્રા જેલ પ્રશાસનના જેલર અનિરુધ્ધસિંહ ચાવડા સાંજના સમયે બંધી કરવા જતા બેરેક નંબર 6મા રહેલા કાચાકામના કેદી સંજય ચૌહાણની શંકાસ્પદ હિલચાલ જોતા જેલર અનિરુધ્ધસિંહ ચાવડા સહિત અન્ય જેલગાડઁ દ્વારા તુરંત આ શખ્સની અંગ ઝડતી કરી હતી જેમા આ શખ્સના પેન્ટના ખીસ્સામાથી એક મોબાઇલ મળી આવ્યો હતો જેથી ધ્રાંગધ્રા સબજેલના જેલર અનિરુધ્ધસિંહ જે ચાવડા દ્વારા હીટી પોલીસ સ્ટેશને સંજય ચૌહાણ પર ફરીયાદ કરી હતી.

બીજા તરફ સબજેલમા સાંજના સમયે બેરેકોની બંધી કરી દરરોજ રુટીન પ્રમાણે જેલર અનિરુધ્ધસિંહ ચાવડા, તથા જેલ ગાડઁ દેવજીભાઇ તથા બાલકૃષ્ણભાઇ સબજેલના કંપાઉન્ડમા તપાસમા નિકતા તેઓને સબજેલના પાછળના ભાગે દિવાલ પાસે પ્લાસ્ટીકની બોટલમા દારુ ભરેલી હાલતમા બિનવારસી પડેલી જોવા મળી હતી જેથી તુરંત તેઓ દ્વારા આ દારુની બોટલને કબ્જે લઇ સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ હાથ ધરી હતી તેવામા એક જ દિવસમા દારુ તથા મોબાઇલ જેવી પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવતા પ્રશાસન પર અનેક સવાલો ઉદભવ થાય છે ત્યારે ખરેખર સબજેલના અંદર સુધી આ પ્રતિબંધીત ચીજવસ્તુઓ પહોચાડનાર કોણ હશે તે સૌથી મહત્વનો સવાલ ઉભો થયો છે જોકે હાલ તો જેલરની સતકઁતાના લીધે મોબાઇલ તથા દારુ જેવી પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપી લેતા સીટી પોલીસ સ્ટેશને ફરીયાદ હાથ ધરી વધુ તપાસ આદરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.