Abtak Media Google News

બેદરકાર હોસ્પિટલ તંત્રએ આધેડના પરિવારને જાણ સુદ્ધા ન કરી, ૮ દિવસ બાદ પરિવારને મોતની જાણ થઇ

પોરબંદરના એક આધેડ આમદાવાની સીવીલ હોસ્પીટલ માં કેન્સર ની સારવાર લેવા માટે ગયા હતા અતે ત્યાંથી કોરોનાનો રીપોર્ટ માટે આલીદેશન વોર્ડમા લઈ જવામા આવ્યા હતા ત્યાર બાદ તેમની કોઇ ભાળ મળી ન હતી અને સીવીલ હોસ્પીટલ સાતાવાળાની બેદરકારીને કારણે આઠ દીવસ બાદ આધેડનુ મોત થયા નુ જણાવામા આવ્યુ હતુ.

પોરબંદરના ખારવાવાડમાં રહેતા પ્રવિણભાઈ બરીદુન કેન્સર ની બિમારી થી પીડાતા હોય અને સારવાર માટે અમદવાદની સરકારી હોસ્પીટલમાં લઈ જવામા આવ્યા હતા ત્યા ગત તા. ૪ મેના રોજ તેમને કેન્સરના વોર્ડમાંથી કોરોનાનો રીપોર્ટ  કરવામા માટે આઇસોલેશન વોર્ડમાં લઈ જવામા આવ્યા હતા અને રીપોર્ટ થયા બાદ જાણ કરવામા આવશે તેમ પરીવારજનો ને જણાવ્યુ હતુ પરંતુ ત્યાર બાદ પ્રવિણભાઈ કયા છે તેમની કોઈ વિગત તેમના પરીવારજનો ને આપવામા આવી ન હતી જેને કારણે  પ્રવિણભાઈના પુત્ર સતત સીવીલ હોસ્પીટલમા ધકકા ખાવા છતા પ્રવિણભાઈ કયા વોર્ડમાં છે તેમની શું હાલત છે તેમની કોઈ વિગત આપવામા આવી ન હતી અંતે કોગ્રસના આગેવાન અજુનભાઈ મોઢવાડીયાએ સીવીલ હોસ્પીટલ સતાવાળા ને પુછપરછ કરી હતી અને આ અંગેના મીડીયા માં અહેવાલ પ્રસારીત  થયા બાદ હોસ્પીટલ સતાવાળા જાગ્યા હતા અને એવી જાહેરાત કરી હતી કે પ્રવિણભાઈ નુ ગત તા.૮ના રોજ મૃત્યુ થયુ છે. અને મૃતદેહને કોલ્ડસ્ટોરેજ માં રાખવામા આવ્યો છે આ સમાચાર ને પગલે પોરબંદર ખાતે રહેતા પરીવાર ઉપર આભ તુટી પડયુ હતુ અને સીવીલ હોસ્પીટલ ની બેદરકારી સામે આક્રોશ વ્યકત કયો હતો  પ્રવિણભાઈ ની આઠ દીવસ થી કોઈ ભાળ નહી મળતા પોરબંદર ખાતે રહેતા ના પરીવારજનો એ ભોજન પણ કયુ નથી આજે પ્રવિણભાઈ ના મોત ના સમાચાર ને પગલે  પરીવાર મા શોક છવાયો હતો.અમદવાદની સીવીલ હોસ્પીટલની બેદરકારીને કારણે પોરબંદરના પ્રવિણભાઈ બરીદુન નુ મૃત્યુની ચાર પાંચ દીવસ બાદ થતા આ બનાવને પોરબંદર ખારવા સમાજ એ પણ શોક ની લાગણી વ્યકત કરી હતી હોસ્પીટલની બેદકરીના બનાવને લઈ ખારવા સમાજ દવારા દુ:ખની લાગણી વ્યકત કરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.