Abtak Media Google News

જેમ શરીરનું આરોગ્ય જરૂરનું છે તેમ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે દવા કરીને સાજુ થવું એના કરતા બિમાર ન પડવું એજ સારૂ છે. તેથી માનસિક સ્વાસ્થ્યમાં પણ મન અસ્વસ્થ આરોગ્ય વિહિન ન બને તેની કાળજી રાખવી જરૂરી છે.માનસિક સ્વાસ્થ્ય કે અસ્વાસ્થ્યની પ્રાપ્તીમાં જીવન કલહ, જીવન સંઘર્ષ,દબાણ વિગેરે મહત્વનો ભાગ ભજવે છે.

Knowledge Corner Logo 3

જે વ્યકિત તેની દરેક શ્રમતા અને મર્યાદાઓ જાણે અને તે મુજબ વર્તે,અન્ય વ્યકિતઓ સાથે સુમેલ ભર્યોે વ્યવહાર રાખે તેમજ સારી-નરસી પરિસ્થિતિઓમાં અનુકુળ થઈને જીવી શકે તેવી વ્યકિતને માનસિક રીતે સ્વસ્થ વ્યકિત કરી શકાય.માનસિક રીતે સ્વસ્થ વ્યકિતના લક્ષણોમાં તે આત્મ સંતોષી હોય છે.તે હમેંશા આનંદ, શાંતિનો અનુભૂતિ કરે છે.તે કયારેય હતાશ કે દુ:ખની લાગણી અનુભવતો નથી તે હવે શુ કરી શું તેવો પ્રશ્ર્ન કયારેય મુંઝવતો નથી તે મિત્રો, સગા-સંબંધી કે સાથે રહેતા અને પોતાના વર્તુળના આસપાસની વ્યકિતઓ સાથે સારા સંબંધો જાળવી રાખે છે. તે પોતાની ટીકા, ટીપ્પણ, આલોચના કે પ્રતિભાવો સરળતાથી સ્વીકારે છે.અને તે જલ્દીથી નિરાશ થતો નથી તે બીજાની ભાવના સમજે છે અને અન્ય લોકોને આદર આપે છે. માનસિક રીતે તંદુરસ્ત વ્યકિત પોતાની જાતે સંયમ હોય છે.અને મનપર કાબુ કે નિયંત્રણ રાખે છે.તે પોતાની સમસ્યા કે મુશ્કેલીઓનો સામનો કરે છે.અને પોતાની વિવેકપૂર્ણ,બુધ્ધીથી નિરાકરણ લાવી શકે છે.કિશોરા વસ્થા એ જીંદગીનો એક એવો તબકકો છે જેમાં શારિરીક અને માનસિક ફેરફાર ખુબજ થાય છે.અંત:સ્ત્રાવોમાં થતાં  ફેરફારોથી વિકાસમાં ઝડપથી થતાં શારિરીક ફેરફારોને કારણે નવીનવી લાગણીઓ થાય છે.

તેમાંથી મુંઝવણ અને ચિંતા થાય છે.સાચી માહિતીનો અભાવ કિશોરોની આસપાસનું પ્રતિકુળ સામાજીક પર્યાવરણ અને જે તે સમયે માતા -પિતા અને શિક્ષકોથી માર્ગદર્શનનો અભાવ  તે એકમાં વર્તુણક નિર્ધારણની સમસ્યાઓ પેદા કરે છે.એક બાજુ તરૂણોમાં ઉત્સાહ,ઉત્કંઠા, આતુરતા અને સાહસ જેવા ગુણો જોવા મળે છે. તો બીજી બાજુ વધારે પડતી આશાંકિત પણાનો આગ્રહ જેવી બાબતો તે ઓનાં માનસિક વિકાસને અવરોધે છે.

માનસિક સ્વાસ્થ્ય એટલે શું ?તમે તમારી જાત અંગે કેવું અનુભવો છો?બીજા માટે કેવું અનુભવો છો. તેમે જીવન જરૂરીયાતને કેવી દષ્ટિ થી ભુલવો છો, કે મેળવો છો. તમે તકલીફોને કેવી રીતે  જુઓ છો.યોગ્ય આવડત થી તમે કેવી રીતે સંતુલન જાળવો છે.આ બધાનો યોગ્ય તાલમેળ એટલે માનસિક સ્વાસ્થ્ય.

માનસિક બિમારીમાં વિચાર-વાણી-વર્તન અને લાગણીઓની અનુભૂતિ ખોરવાઈ જાય. વ્યકિતત્વનું ખંડન થાય, વ્યકિતની નિયમિત જીવન શૈલી તેમજ જીવનની રોજીદી જરૂરીયાતોને પૂરી કરવાની ક્ષમતા ઘટી જાય તેને કહેવાય છે.મગજમાં ઘણા બધા રાસાયણિક તત્વો બે જ્ઞાનતંતુઓ વચ્ચે રહેલી જયાઓમાં હોય છે. આ ત્તત્વો સંવેદનાનું વહન કરવાનું કાર્ય કરે છે. આ ત્તત્વોમાંથી અમુક તત્વોની વધઘટથી માનસિક બીમારી થાય છે.અમુક બીમારી વારસાગત પણ હોય છે.જે કુટુંબમાં અમુક વ્યકિતઓને માનસિક બીમારી હોય તો તે કુંટુંબની અન્ય વ્યકિતઓને તે અથવા અન્ય માનસિક બીમારી થવાની શકયતાઓ રહે છે.સ્વભાવની અમુક ખામી પણ માનસિક બીમારી માટે જવાબદાર છે.અમુક પ્રકારનો સ્વભાવ કે લાક્ષણિકતા ધરાવતી વ્યકિતઓને ચોકકસ પ્રકારની માનસિક બિમારી વધુ જોવા મળે છે.સ્વભાવગત રોગો થવામાં વ્યકિતની સ્વભાવની લાક્ષણિકતા જવાબદાર હોય શકે. બાળકોમાં છે.બાળપણ થી માંડીને ૧૮ વર્ષની ઉંમર સુધી માનસિક બીમારી થઈ શકે છે.બાળકોને માનસિક બીમારીના લક્ષણો અને પ્રકારો થોડા ઘણાં અંશે જુદા-જુદા હોય છે.બાળકોમાં ઉદાસીરોગ, વ્યસનો, મનોજાતીય રોગો, ઉન્માદ, વિચાર વાયું, વધારે જોવા મળે છે.તો મંદબુધ્ધી-યાદશકિત ઓછી રહેવી, પથારીમાં પેશાબ, અતિશય ક્રોધ, ગુસ્સો, વિશિષ્ટ શિખવાની સમસ્યા વધારે જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.