Abtak Media Google News

Covid19 અંતર્ગત આરોગ્ય વિભાગ ગીર સોમનાથ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મેહતાના માર્ગદર્શન હેઠળ ઈંખઅ ના  પ્રાઇવેટ ડોકટરો સાથે મિટિંગનું યોજાઈ હતી.

પ્રાઇવેટ ડોકટરોને  જિલ્લા ના લાઈઝન ઓફિસરશ્રી ડો માઢક, ડો. બામરોટિયા,  ડો.નિમાવત,  પ્રમુખ ડો. દિલીપ ચોચા દ્વારા કોરોના વાઇરસ  અંગે સરકારશ્રી ની ગાઈડ લાઈન સાથે  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ડો સૌન્દરવાએ વિગતવાર કોરોના રોગ ની સારવાર અને નિદાન વિશે તમામ IMA ના તબીબો સાથે ચર્ચા વિચારણા કરી હતી.   તમામ પ્રાઇવેટ ડોકટરોને જણાવાયુ છે કે, કોરોના વાયરસના શંકાસ્પદ દર્દી જણાય તો સરકારશ્રી માં તાત્કાલિક રિપોર્ટ કરવા અને આ મહામારીમાં સહયોગ આપવા, રિવર્સ કોરોન્ટાઇન એટલે ૬૫ વર્ષ થી ઉપરના લોકો તથા કોઈપણ બીમારીથી હોઈ તેવા દર્દીએ ઘરમાં અલગ રહેવું, સગર્ભા માતા, નાના બાળકોને ખાસ તકેદારી રાખવી વગેરે પ્રાઇવેટ ડોકટરોને ત્યાં આવતા દર્દી તથા લોકોને કોરોનાથી કેમ બચી શકાય તે સમજાવવા આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.